________________
પસ્થી મમત્વ ગયું છે, જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તે તે પિતાના દેશ ઘટે; અને કષાયાદિ મેળા પડે, પરિણામે સમ્યક્ત્વ થાય.
ક્રોધ, માન, માયા, લેભ એ ખરેખરાં પા૫ છે. તેનાથી બહુ કમ ઉપાર્જન થાય. હજાર વર્ષ તપ કર્યું હોય; પણ એક બે ઘડી ક્રોધ કરે તે બધું તપ નિષ્ફળ જાય.
છ ખંડના ભોક્તા રાજ મૂકી ચાલી ગયા, અને હું આવા અ૯૫ વ્યવહારમાં મોટાઈ અને અહંકાર કરી બેઠે છું એમ કેમ વિચારતો નથી?
આયુષનાં આટલાં વર્ષો ગયાં તે પણ લેભ કાંઈ ઘટ નહીં; ને કાંઈ જ્ઞાન પ્રાપ્ત થયું નહીં; ગમે તેટલી તૃષ્ણા હોય પણ આયુષ પૂર્ણ થાય ત્યારે જરા પણ કામ આવે નહી ને તૃષ્ણા કરી હોય તેથી કમ બંધાય. અમુક પરિગ્રહ મર્યાદા કરી હોય. જેમ કે દશ હજાર રૂપિયાની તે સમતા આવે. આટલું મળ્યા પછી ધર્મધ્યાન કરીશું એવો વિચાર પણ રાખે તે નિયમમાં અવાય.
કેઈ ઉપર ક્રોધ કરે નહીં. જેમ રાત્રિભેજના ત્યાગ કર્યું છે તેમ કોધ, માન, માયા લેભ, અસત્ય આદિ છેડવાનો પ્રયત્ન કરી મેળાં પાડવાં. તે મેળાં પાડવાથી પરિણામે સમ્યક્ત્વ પ્રાત્ય થાય. વિચાર કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org