________________
૧ર૬
શ્રીમદ્ રાજચંદ્ર પરિગ્રહ આદિ શલ્ય છે એ શલ્યને લઈને જીવનું પાણી ભભકતું નથી. તે શલ્યને પુરુષના વચનરૂપી ટાંકણે કરી તડ પડે તે પાણી ભભકી ઊઠે. જીવના શલ્ય, દેષો હજારે દિવસના પ્રયત્ન પણ જાતે ન ટળે, પણ સત્સંગને
ગ એક મહિના સુધી થાય, તે ટળે; ને રસ્તે જીવ ચાલ્યા જાય.
કેટલાક હળુકમ સંસારી જીને છેકરા ઉપર મહ કરતાં જેટલે અરેરાટ આવે છે તેટલે પણ હાલના કેટલાક સાધુઓને શિષ્ય ઉપર મેહ કરતાં આવતું નથી !
તૃષ્ણાવાળે નર નિત્ય ભિખારી; સંતોષવાળે જીવ સદા સુખી.
સાચા દેવનું, સાચા ગુરુનું, સાચા ધર્મનું ઓળખાણ થવું બહુ મુશ્કેલ છે. સાચા ગુરુનું ઓળખાણ થાય, તેને ઉપદેશ હોય, તે દેવ, સિદ્ધ, ધર્મ એ બધાનું ઓળખાણ થાય. બધાનું સ્વરૂપ સદ્ગુરુમાં સમાય.
સાચા દેવ અહંત, સાચા ગુરુ નિગ્રંથ, સાચા હરિ રાગદ્વેષ ને અજ્ઞાન જેનાં ગયાં છે તે. ગ્રંથિરહિત એટલે ગાંઠરહિત. મિથ્યાત્વ તે અંતરગ્રંથિ છે, પરિગ્રહ તે બાહ્યગ્રંથિ છે. મૂળમાં અત્યંતરગ્રંથિ ન છેદાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં. જેની ગ્રંથિ ગઈ છે તેવા પુરુષ મળે તે ખરેખરું કામ થાય; તેમાં વળી તેના સગાગમમાં રહે, તે વિશેષ કલ્યાણ થાય. જે મૂળ ગાંઠ છેદવા શાસ્ત્રમાં કહ્યું છે તે સહુ ભૂલી ગયા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org