________________
ઉપદેશછાયા
૧૨૩
સાત નય અથવા અનંત નય છે, તે બધા એક આત્માર્થે જ છે, અને આત્માથે તે જ એક ખરો નય. નયને પરમાર્થ જીવથી નીકળે તે ફળ થાય; છેવટે ઉપશમભાવ આવે તે ફળ થાય નહીં તે જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડેઅને તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે. સત્વરુષનાં આશ્રયે જાળ ટળે.
વ્યાખ્યાનમાં ભંગાળ, રાગ (સ્વર) કાઢી સંભળાવે. છે, પણ તેમાં આત્માર્થ નથી. જે પુરુષના આશ્રયે કષાયાદિ મેળા પાડે, ને સદાચાર સેવી અહંકારરહિત થાએ, તે તમારું અને બીજાનું હિત થાય. દંભરહિત આત્માર્થે સદાચાર સેવવા; જેથી ઉપકાર થાય.
ખારી જમીન હોય, ને તેમાં વરસાદ પડે તે શું કામ આવે? તેમ જ્યાં સુધી ઉપદેશવાત આત્મામાં પરિણામે નહીં તેવી સ્થિતિ હોય ત્યાં સુધી તે શું કામની? જ્યાં સુધી ઉપદેશવાત આત્મામાં પરિણમે નહીં ત્યાં સુધી ફરી ફરી સાંભળવી, વિચારવી, તેને કેડે. મૂકે નહીં, કાયર થાય તે આત્મા ઊંચે આવે નહીં. જ્ઞાનને અભ્યાસ જેમ બને તેમ વધાર; અભ્યાસ રાખવે તેમાં કુટિલતા કે અહંકાર રાખવાં નહીં. - આત્મા અનંત જ્ઞાનમય છે. એટલે અભ્યાસ વધે તેટલે એ છે છે. “સુંદરવિલાસ' વગેરે વાંચવાને અભ્યાસ રાખ. ગચ્છનાં કે મતમતાંતરનાં પુસ્તક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org