________________
૧૦૬
શ્રીમદ્ રાજચંદ્ર
પ્રશ્ન – પુરુષ કેમ ઓળખાય ?
ઉત્તર :- સત્પરૂ, તેમનાં લક્ષણોથી ઓળખાયસરુનાં લક્ષણે – તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હેય, તેઓ કેને જે ઉપાય કહે તેથી કોધ જાય, માનને જે ઉપાય કહે તેથી માન જાય જ્ઞાનીની વાણી પરમાર્થરૂપ જ હોય છે, તે અપૂર્વ છે, જ્ઞાનીની વાણ બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ હોય. જ્યાં સુધી જ્ઞાનીની વાણી સાંભળી નથી, ત્યાં સુધી સૂત્રો પણ છાશબાળકળા જેવાં લાગે. સદ્દગુરુ અને અસદ્દગુરુનું ઓળખાણ, સેનાની અને પીત્તળની કંઠીના ઓળખાણની પેઠે થવું જોઈએ. તરવાના કામી હોય અને સદ્દગુરુ મળે, તે કર્મ ટળે, સદ્દગુરૂ કમ ટાળવાનું કારણ છે. કર્મો બાંધવાનાં કારણે મળે તે કર્મ બંધાય, અને કર્મ ટાળવાનાં કારણે મળે તે કમ ટળે. તરવાના કામી હેય. તે ભવસ્થિતિ આદિનાં આલંબન ખેતાં કહે છે. તરવાના કામી કેને કહેવાય? જે પદાર્થને જ્ઞાની ઝેર કહે તેને ઝેર જાણે મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાધે તેને તરવાના કામી કહેવાય.
ઉપદેશ સાંભળવાની ખાતર સાંભળવાના કામોએ કમરૂપ દડું ઓઢયું છે તેથી ઉપદેશરૂપ લાગતી લાકડી નથી. તરવાના કામી હોય તેણે ધેતિયારૂપ કર્મ એઢયાં છે. તેથી ઉપદેશરૂપ લાકડી પહેલી લાગે. શાસ્ત્રમાં અભવ્યના તાર્યા તરે એમ કહ્યું નથી. ભંગીમાં એમ અર્થ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org