________________
ઉપદેશછાયા
તે છે, અને તે જ દુઃખ મટે, આજ પણ પુરુષાર્થ કરે તે આત્મજ્ઞાન થાય. જેને આત્મજ્ઞાન નથી તેનાથી કલ્યાણ થાય નહીં.
વ્યવહાર જેને પરમાર્થ છે તેવા આત્મજ્ઞાનીની આજ્ઞાએ વયે આત્મા લક્ષગત થાય, કલ્યાણ થાય.
જીવને બંધ કેમ પડે? નિકાચિત વિષે–ઉપગે, અણઉપગે.
આત્માનું મુખ્ય લક્ષણ ઉપગ છે. આત્મા તલમાત્ર દુર નથી; બહાર જેવાથી દુર ભાસે છે, પણ તે અનુભવનેચર છે. આ નહીં, આ નહીં, એથી જુદું જે રહ્યું તે છે.
- આકાશ દેખાય છે તે આકાશ નથી. આકાશ ચક્ષુથી દેખાય નહીં. આકાશ અરૂપી કહ્યું છે.
આત્માનું ભાન સ્વાનુભવથી થાય છે. આત્મા અનુભવગોચર છે. અનુમાન છે તે માપણી છે. અનુભવ છે તે હેવાપણું છે.
આત્મજ્ઞાન સહજ નથી. “પંચીકરણ. “વિચારસાગર' વાંચીને કથનમાત્ર માન્યાથી જ્ઞાન થાય નહીં. જેને અનુભવ થયે છે એવા અનુભવીના આશ્રયે તે સમજી તેની આજ્ઞા પ્રમાણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org