________________
ઉપાય જાણીને તે ગુફા તરફ ચાલી નીકળ્યા. એમના મનમાં અદમ્ય ઉત્સાહ હતો. એમની ચેતના નિર્મળ અને શુદ્ધ હતી. થોડાક જ વખતમાં એ ગુફાના બારણે પહોંચી ગયા. ગુફાની અંદર પેઠા. ત્યાં એમણે જોયું તો ગુફાની અંદર ઢગલાબંધ સોનું પડેલું. એનો કોઈ રખવાળ નથી. માલિક નથી. એમનું મન આશ્ચર્યથી અવાફ થઈ ગયું. એમનો અવાજ રુંધાઈ ગયો. વિચાર રોકાઈ ગયા. તેઓ એકનજરે સોનાના ઢગલાને જોઈ રહ્યા. એમની | આંખો અંજાઈ ગઈ. એમને થયું.” આટલું બધું સોનું આવ્યું કયાંથી ? આ સ્વપ્ન તો નથી ? આ પ્રશ્નોનું કોઈ સમાધાન ન મળ્યું. તપસ્વીએ કહ્યું હતું કે મોત પ્રત્યક્ષ દેખાશે. ત્યારે અહીં તો મોત નહિ પણ સોનું પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે ! એમણે આગળ વિચાર કર્યો. “મૃત્યુને પછીથી જોઈ લઈશું. સોનું
જ્યારે મળી ગયું છે તો પછી મોતને શા માટે જોવું?' એ બધા તો મોતની વાત ભૂલી ગયા અને સોનાના આકર્ષણમાં ડૂબી ગયા. ત્રણેયના મનમાં લોભની ચેતના જાગી ગઈ અને જિજ્ઞાસાની ચેતના, જ્ઞાનની ચેતના તેની નીચે દબાઈ ગઈ. અને લોભ પૂર્ણ ચેતના ઉભરાઈ આવી. ત્રણે માણસોના મનમાં એક વિચાર આવ્યો કે આ બધું સોનું મને કઈ રીતે મળે ? દરેક વ્યક્તિ આ વિચારમાં ડૂબી ગઈ. ત્રણેમાં જે સૌથી મોટો હતો તેણે કહ્યું, 'ભાઈ, આપણને વગર મહેનતે અપાર ધન મળ્યું છે. ધન આપણે લઈ જવું છે. પણ આપણે ભૂખ્યા છીએ. આટલો ભાર ઉઠાવી શકીશું નહિ.” અને પછી એક માણસને કહ્યું, તું આજુબાજુના કોઈ ગામે જઈને થોડા રોટલા લઈ આવ.” પછી બીજાને કહ્યું, “તું પણ બહાર કોઈ જળાશયમાંથી પાણી લઈ આવ. ત્યાં સુધી હું અહીં ચોકી કરીશ. મોતનો સાક્ષાત્કાર
જ્યારે ચેતના વિકૃત થાય છે ત્યારે બધુંય વિકૃત થઈ જાય છે. વિચારના દૂષિત પરમાણુ એટલા તો ચેપી હોય છે કે તે કોઈપણ માણસના મસ્તિષ્કને અસર કરી દે છે. ત્રણે માણસોની ચેતના વિકૃત થઈ ગઈ.
પહેલો માણસ નજીકના ગામમાં ગયો અને થોડાક વખતમાં રોટલા લઈ આવ્યો. જેવો તે ગુફાની અંદર પેસવા ગયો તેવો જ અંદર બેઠેલા માણસે તેના ઉપર તલવારનો ઘા કર્યો. તલવારના જોરદાર પ્રહારથી તેનું ગળું કપાઈ ગયું અને માથું ધડથી જુદું થઈ ગયું. થોડાક વખત પછી બીજો માણસ પાણી લઈ આવ્યો. તેના ઉપર પણ આમ જ બન્યું. તલવાર ચાલી અને મોત દેખાઈ ગયું.
સમયસાર ૦ 67
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org