________________
उवओगे उवओगो कोहादिसु णत्थि को वि उवओगो । कोहो कोहे चेव हि उवओगे णत्थि खलु कोहो ।। अट्ठवियप्पे कम्मे णोकम्मे चावि णत्थि उवओगो । उवओगम्हि य कम्मं णोकम्मं चावि णो अत्थि ।। સમસ્યામાંથી મુક્િત મેળવવાનો આરંભ
શુદ્ધ ચેતનામાં માત્ર ચેતના જ હોય છે. માત્ર જ્ઞાન જ હોય છે. જ્યારે ચેતના અશુદ્ધ થાય છે ત્યારે બધી વિકૃતિઓ પેદા થાય છે. શુદ્ધ ચેતનામાં રહેવાનો અભ્યાસ એ સમસ્યામાંથી મુક્તિ મેળવવાનો આરંભ છે. કેવલજ્ઞાનનું કાર્ય છે માત્ર જાણવું, માત્ર અનુભવ કરવો તે. એ સ્થિતિમાં જો આપણે રહીએ તો માનસિક સ્થિતિ બદલાઈ શકે અને સામાજિક પ્રશ્નોમાં પણ સુધારો થઈ શકે. જે માણસ કેવલજ્ઞાનની સ્થિતિમાં રહેતો હોય તે કોઈનું અનિષ્ટ કરી શકતો નથી. કોઈને અન્યાય કરી શકતો નથી. જ્યારે જ્યારે આપણે જ્ઞાન-ચેતનામાંથી ખસીને ભય, ક્રોધ, લોભ અને કામની ચેતનામાં પ્રવેશ કરીએ છીએ ત્યારે ત્યારે આપણી માનસિક સ્થિતિ વિકૃત થઈ જાય છે અને આપણા વિચારો દૂષિત થઈ જાય છે. વ્યક્તિની જિજ્ઞાસા અને તપસ્વીએ કરેલું તેનું સમાધાન
ત્રણ માણસો વનમાં જઈ રહ્યા હતા. તપ કરતા એક તપસ્વી એમના જોવામાં આવ્યા. ત્રણેએ તપસ્વીને પ્રણામ કર્યા અને તેમની સમીપ બેસી ગયા. તપસ્વીનું ઘ્યાન પૂરું થયું. પછી એક માણસ બોલ્યો, 'મહારાજ, આજે મારા મનમાં એક પ્રશ્ન ઊઠ્યો છે. આપ એનું સમાધાન બતાવશો?' 'હા, તમારો પ્રશ્ન શો છે ?'
તપસ્વી
મોત શું છે ? અમારે એને પ્રત્યક્ષ કરવું છે.’
શું ખરેખર મોત પ્રત્યક્ષ કરવા ઇચ્છો છો ?’
'હા.'
એ માણસોની ચેતનામાં કોઈ વિકાર ન હતો, માત્ર મનમાં એક જિજ્ઞાસા હતી. એ સત્ય જાણવા ઇચ્છતા હતા. મૃત્યુને પ્રત્યક્ષ જોવા ઇચ્છતા
હતા.
-
તપસ્વીએ સામેના ડુંગર તરફ આંગળી ચીંધીને કહ્યું, 'પેલા ડુંગરમાં જે ગુફા દેખાય છે એમાં જાઓ, ત્યાં મોત બેઠું છે. એ પ્રત્યક્ષ દેખાશે.' કાં છે મૃત્યુ ?
તપસ્વીના એ ઉત્તરથી તે ખુશ થઈ ગયા. મૃત્યુનો સાક્ષાત્કાર કરવાનો
સમયસાર
66
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org