________________
બન્ને જણા મરી ગયા. ત્રીજાએ વિચાર્યું, “ચાલો, ઘણું સારું થયું. ખાવાનુંય મળ્યું, પાણી મળ્યું અને ધન પણ મળ્યું. એણે પેટ ભરીને ખાધું, પાણી પીધું અને સોનું ભેગું કરવાની તૈયારી કરતો હતો, પણ એમ કરતાં તે પણ ઢળી પડ્યો. ખાવામાં અને પાણીમાં બન્નેયમાં ઝેર હતું. એકે ધાર્યું હતું કે ખાવામાં ઝેર ભેળવી દઉં. પિલા બન્નેય જણ ખાશે અને મારી જશે. જો મને ખાવાનું કહેશે તો કહીશ કે હું ખાઈને આવ્યો છું. મને ભૂખ નથી. તમે ખાઈ લો.' બીજાએ ધાર્યું હતું કે હું પાણીમાં ઝેર ભેળવી લઈ જાઉં. પેલા બન્ને પાણી પીશે અને બેય મરી જશે. બધુંય ઘન મને મળી જશે.” આવો એક જ વિચાર ત્રણેયમાં પેસી ગયો. ધન કોઈને ય ન મળ્યું પણ બધાને મૃત્યુ દેખાઈ ગયું. માર્મિક ભાષા
જ્યારે જ્યારે ચેતના અશુદ્ધ બને છે ત્યારે આવી જ સ્થિતિ થાય છે. એક માણસ બીજાનું ધન પચાવી પાડવા ઇચ્છે છે, કોઈ વ્યકિત બીજાના ધન પર કબજો કરવા ઇચ્છે છે, કોઈ માણસ બીજાને નીચો પાડવા ઇચ્છે છે, મારવા ઇચ્છે છે. આવી હિંસાની ઘટનાઓ, અપહરણ અને અપરાધની ઘટનાઓ ચેતનાની વિકૃત અવસ્થામાં બનતી હોય છે. શુદ્ધ ચેતનાની સ્થિતિમાં | આવી ઘટનાઓની સંભાવના ન કરી શકાય. આચાર્ય કુન્દકુન્દ બહુ જ, માર્મિક ભાષામાં કહ્યું છે કે- શુદ્ધ ચેતનાને જાણનાર શુદ્ધ ચેતનામાં પહોંચે છે, અને અશુદ્ધ ચેતનાને જાણનાર અશુદ્ધ ચેતનામાં પહોંચે છે
सुद्धं तु वियाणतो सुद्धं चेवप्पयं लहदि जीवो ।
जाणतो दु असुद्धं असुद्धमेवप्पयं लहदि ।। આત્માનાં બે રૂપ
આપણા આત્માનાં બે રૂપ થયાં- અશુદ્ધ આત્મા, અને શુદ્ધ આત્મા. ખરેખર તો શુદ્ધ ચેતનાનો અનુભવ હોતો નથી તેથી બધા અનર્થો થયા કરે છે. શુદ્ધ ચેતનાનો અનુભવ કરવો એ માત્ર અધ્યાત્મનો જ નિયમ નથી પણ સમાજનોયે મહત્ત્વનો નિયમ છે, નૈતિકતાનો પણ મહાન નિયમ છેઆજે નૈતિકતાની સમસ્યા ઘણી વિકટ બની છે. અનૈતિકતાની એક જાળ, જાણો, પથરાઈ છે. એક માણસે કહ્યું, "મહારાજ, મેં દિલ્હીમાં મકાન બનાવડાવ્યું. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એને પ્રમાણિત કરાવવું હતું. કલાર્ક કહ્યું, હું તમારી ફાઈલ બરાબર કરી દઈશ, પણ એક લાખ રૂપિયા લાગશે. મેં એક લાખ રૂપિયા આપી દીધા. મકાનનો નકશો પ્રમાણિત થઈ ગયો.
સમયસાર ૦ 68
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org