________________
આત્મવિશ્વાસ જાગવો જોઈએ.
પહેલી વાત એ છે કે સરાગમાંથી વીતરાગની ભૂમિકા સુધી પહોંચવા માટે આપણા મનમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ હોવો જોઈએ. એક સંકલ્પ જાગવો જોઈએ કે મારે કયાં જવાનું છે. દુનિયામાં વિધ્વરહિત માણસ તો કોઈ નથી. સરાગમાંથી વીતરાગ બનવા માટે, સવિચારમાંથી | નિર્વિચાર બનવા માટે, સવિકલ્પમાંથી નિર્વિકલ્પ બનવા માટે સૌથી પહેલાં આસ્થા ઉત્પન્ન કરવી જોઈએ, આશાવાદી વિચારસરણી ઉત્પન્ન કરવી | જોઈએ, અને વચ્ચે જે વિઘ્નો આવે તેમને પાર કરવાં જોઈએ. જે કોઈ માણસ આજે સરાગ છે તે પોતાની સાધના અને આરાધના દ્વારા વીતરાગ થઈ શકે છે, કેવલજ્ઞાની થઈ શકે છે, મુક્ત થઈ શકે છે. આ સ્થિતિ વિશે જો આપણે વિચારીએ તો આ દિવસ અને રાત્રીનું તત્ત્વ આપણા માટે વિઘ્નરૂપ થતું નથી. કોઈ વખત દિવસ આવી શકે કોઈ વખત રાત આવી શકે. આપણે ધ્યાનમાં બેસીએ છીએ. તેમાં કયારેક પગ સૂઈ શકે છે, કોઈ વખત હાથ સૂતેલો હોઈ શકે અને કોઈ વખત કમરમાં દુઃખાવો પણ, આવી શકે, કોઈ વખત કોઈ વિચાર પણ આવી શકે, સારો વિચાર પણ આવે અને ખરાબ વિચાર પણ આવે. પણ એ બધા આપણે માટે કોઈ તકલીફરૂપ નથી બનતા. જ્ઞાતા-દષ્ટા બનીએ
આપણને એક જ સૂત્ર મળ્યું છે. જે કોઈ વિચાર આવે તેને જાણવો અને દેખવો. કહેવાયું છે કે- જો કેવળજ્ઞાની થવું હોય તો જ્ઞાતા થાઓ, કેવલદર્શની થવું હોય તો દષ્ટા થાઓ. જ્ઞાતા અને દષ્ટા થયા વિના કોઈ | કેવલજ્ઞાની નહિ થઈ શકે, કેવલદર્શની નહિ થઈ શકે. જો રોગ હોય તો રોગને જાણો (ઓળખો), એનો પ્રતિકાર ન કરો, માત્ર જ્ઞાતા થયેલા રહો. જે માણસ જ્ઞાતા થયેલો રહે છે તે ચોક્કસ એક દિવસ કેવલજ્ઞાનની ભૂમિકામાં પહોંચી જશે.
આપણી અંદર બધાય સંસ્કારો ભર્યા પડ્યા છે. તે ઉભરાતા રહે છે. આપણે એમને દેખતા રહીએ, જાણતા રહીએ. કહેવાયું છે કે- જો ક્રોધ આવે તો ક્રોધને જુઓ. અધ્યાત્મનું એક બહુ જ અટપટું સૂત્ર છે કે- ક્રોધ આવે તો ક્રોધ ન કરો, ક્રોધને જુઓ, જાણો. ત્યારે એવો પ્રશ્ન પણ થઈ શકે કે- ક્રોધને કઈ રીતે જવો? એ કંઈ પૂછીને આવે છે? આ જ્ઞાતાભાવ અભ્યાસ દ્વારા સિદ્ધ થાય છે. જે માણસે જ્ઞાતા અને દણ થવાની સાધના
સમયસાર ૦ 59
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org