________________
કરી છે તે ક્રોધને જોઈ શકે છે, રાગને જોઈ શકે છે, મગજમાં ઉદ્ભવતા પ્રત્યેક તરંગને જોઈ શકે છે, પણ એને સક્રિય કરતો નથી. ક્રોધને સફળ ન કરશો
સાધનાના સાહિત્યમાં બે શબ્દ આવે છે. ક્રોધને સફળ બનાવવો, અને ક્રોધને નિષ્ફળ બનાવવો. ક્રોધ આવવો એ એક વાત છે, અને ક્રોધને સફળ બનાવવો એ જુદી વાત છે. ક્રોધના સંસ્કારો જાગ્યા ત્યારે માણસે સંકલ્પ કર્યો કે- હું દસ મિનિટ સુધી બોલીશ નહિ તો ક્રોધ સફળ થશે નહિ. બીજા કોઈ માણસને ક્રોધ આવ્યો અને એ ગાળો બકવા લાગ્યો. ત્યાં ક્રોધ સફળ થયો. ક્રોધ આવે ત્યારે માણસ મૌન ધારણ કરી લે, એકાંતમાં જતો રહે, ખેચરી મુદ્રાનો પ્રયોગ કરી લે તો ક્રોધ સફળ ન બને. આપણા મનમાં કેટલાય વિચારોના તરંગો ઊઠે છે. આપણે જો એમને સફળ થવા દઈએ તો આપણે અમુક ભૂમિકા પર પહોંચી જઈએ છીએ. જે વ્યક્તિ જ્ઞાતા અને દષ્ટા થઈ જાય છે તે લાગણીઓને સફળ થવા દેતી નથી. | ચિત્તમાં જેટલા ભાવો જાગે તેમને તે જાણી લેશે પણ તેને અમલમાં નહિ મૂકે. કોઈ વિચાર આવે- ક્રોધનો વિચાર આવે, કામનો વિચાર આવ્યો, | વાસનાનો વિચાર આવ્યો. જો એ વિચારને જોઈ લીધો, જાણી લીધો તો વાત પૂરી થઈ જાય. વિચાર આવે અને તેની સાથે તણાઈ જઈએ તો તેને ફળ આવી જશે. ચોગ્ય સાધનાની પસંદગી
પરંપરા શાથી બને છે ? કોઈ વિચાર આવે અને આપણે એને અમલમાં મૂકી દઈએ તો પરંપરા આગળ વધે. વિચારને જોઈ લઈએ અને એનો અમલ ન કરીએ તો એનો તંતુ તૂટી જશે. ફરીથી વિચાર આવે ત્યારે વિચારને પણ થશે કે- આ નકામો માણસ છે. મને એ અમલમાં મૂકશે નહિ. પાંચ-દસ વાર આમ થશે તો વિચાર આવવો જ બંધ થઈ જશે.
એક યોગ્ય સાધનાની પસંદગી કરી લેવી એ જીવનમાં સફળ થવાનું બહુ મોટું સૂત્ર છે. એક બહુ મોટા સેનાપતિને લોકોએ પૂછ્યું- આપની સફળતાનું રહસ્ય શું છે? આપ હંમેશ જીતો છો એનું રહસ્ય શું છે ? એણે કહ્યું, હું નવ ગુપ્તદૂત અને એક રસોઈઓ રાખું છું, અને મારો જે શત્રુ છે તે નવ રસોઈયા અને એક ગુપ્તચર રાખે છે. મહત્ત્વનો શબ્દ સાધનો જ્યાં ખોટાં હોય ત્યારે માણસ હારી જાય છે. સાધનસામગ્રી
સમયસાર ૦ 60
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org