________________
મારે એ જાણવું છે કે મારી મુક્તિ ક્યારે થશે ?' નારદજી ચાલ્યા ગયા. બીજે દિવસે પાછા આવ્યા અને વૃદ્ધ સાધકને મળ્યા. સાધકે કહ્યું, 'મારું કામ કરી દીધું ?'
'હા.'
'કહો ત્યારે, મારી મુક્તિ કયારે થશે ?'
'ભગવાને કહ્યું છે, ત્રણ જન્મ પછી તારી મુક્તિ થવાની છે.' 'ત્રણ જન્મ !!' સાધક ગુસ્સામાં બોલ્યો- 'ભગવાન જૂઠો છે.'
નારદ આગળ વધ્યા. નવા સંન્યાસી પાસે ગયા. એના પ્રશ્નનું સમાધાન રજૂ કર્યું- ભગવાને કહ્યું છે કે જે વડની નીચે તમે સાધના કરો છો એનાં જેટલાં પાંદડાં છે એટલા જન્મો પછી તમારી મુક્તિ થશે.’ આ સાંભળતાં જ સંન્યાસી નાચવા લાગ્યો, ખુશીથી ડોલી ઊઠ્યો. એણે કહ્યું, કૈવી સરસ વાત ભગવાને કહી છે ! આપ કેટલા સારા સમાચાર લાવ્યા ! હું તો ધન્ય થઈ ગયો.’
નારદજી આશ્ચર્યમાં પડી ગયા. પેલો વૃદ્ધ સંન્યાસી રોવા લાગ્યો હતો અને આ યુવાન સંન્યાસી ખુશીથી ડોલી ઊઠ્યો- નારદજીએ નવા સંન્યાસીને પૂછ્યું- 'તમે નાચી રહ્યા છો ? કંઈ ગાંડા તો નથી થઈ ગયા ને ?' 'ના. પ્રભુની મોટી કૃપા છે. દુનિયામાં હજારો વડનાં વૃક્ષ છે. આ એક વૃક્ષનું જ ભગવાને કહ્યું એ સારી વાત થઈ. જો આખી દુનિયાનાં વૃક્ષોની વાત હોત તો હું મરી જાત.'
આશાનો ભાવ
મનોવિજ્ઞાનની ભાષામાં આ એક વિધાયક દૃષ્ટિકોણ છે અને અઘ્યાત્મની ભાષામાં આશાવાદિતા છે. આશાનો ભાવ એક એવો ભાવ છે જેને કારણે માણસ દરેક વસ્તુસ્થિતિને વિધાયક દૃષ્ટિના રૂપે સ્વીકારે છે. શ્રેણિકને ખબર પડી કે એણે મર્યા પછી નરકમાં જવાનું છે. એ ધણો નિરાશ થયો. પછી એને બીજી વાત જાણવા મળી કે- નરક પછી શ્રેણિક તીર્થંકર થશે. શ્રેણિકે કહ્યું, 'કંઈ વાંધો નહિ. જો કે આ નરકમાં જવાનું એ થોડી તકલીફ છે, પણ હું એને પાર કરી જઈશ.' આવનાર દુઃખ અને કઠણાઈને એ ભૂલી ગયો અને હર્ષથી નાચી ઊઠ્યો.
જે માણસમાં આશા હોય, વિધાયક ભાવ હોય તે જ સાધનાના ક્ષેત્રમાં સફળ થાય છે. જે નિરાશ થાય છે તે કદીય સર્ફળ થતો જ નથી.
Jain Educationa International
સમયસાર
58
For Personal and Private Use Only
www.jainelibrary.org