________________
તત્ત્વાખ્યાન-ઉત્તરાખ.
માન-અપમાન વિગેરે ને જે સહન કરવું તે તિતિક્ષા કહેવાય. ચિત્તનુ' જે એકાગ્રપણું તે સમાધાન કહેવાય. ચર અને વેદાન્તવાકય ઉપર જે વિશ્ર્વાસ રાખવા તે શ્રદ્ધા કહેવાય. આ ઠેકાણે ઉપશમ શબ્દથી સન્યાસ સમજવા, અત એવ ‘ સન્યાસિયાને જ શ્રવણ વિગેરેના અધિકાર છે ’એમ કેટલાક કહે છે અને બીજાનુ એમ કહેવુ છે જે દરેક આશ્રમવાળાઓને શ્રવણ વિગેરેના અધિકાર છે.
કર
ચેાથાસાધનનું સ્વરૂપ.
મેાક્ષની પ્રમળ ઇચ્છા, સસારને મિથ્યા માની તેના પર ઉદાસીનતા, વેદાન્ત તત્ત્વાનો પરમ અભ્યાસ, બ્રહ્માને પરમ તત્ત્વ માનવું અને અન્તઃકરણને વૈરાગ્યની વાસનાથી વાસિત કરવું એ મુમુક્ષુપણુ મનાય છે.
આત્માનુ' સ્વરૂપ.
સ્થૂલશરીર,સૂફમશરીર અને કારણશરીર આત્રણે શરીરથી ન્યારા, પાંચ કાશથી પણુ રહિત, તથા ત્રણ અવસ્થામાં સાક્ષી અને સત-ચિત્--આનન્દ સ્વરૂપ જે હોય તેને આત્મા કહેવામાં આવે છે.
સ્થૂલશરીરનુ સ્ત્રરૂપ.
પાંચમહાભૂતસહિત, કર્મ થી ઉત્પન્ન થયેલું, અને સુખદુઃખ વિગેરે ભાગના સાધનભૂત જે હોય તે સ્થૂલશરીર કહેવાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org