________________
તત્ત્વાખ્યાન-ઉત્તરાર્ધ.
ત્રિદંડી, શિખાવાળા, બ્રહ્મસૂત્રયુક્ત, ગૃહનો ત્યાગ કરવાવાળા, યજમાનને ગ્રહણ કરવાવાળા, એકવાર પુત્રના ઘરમાં ભાજન કરવાવાળા અને કુટીમાં રહેવાવાળા સંન્યાસીઓને કુટીચર કહેવામાં આવે છે. - કુટીચર જેવા વેષને ધારણ કરવાવાળા, વિપ્રના ઘરમાં ભિક્ષાજન કરવાવાળા, વિષ્ણુને જાપ કરવામાં તત્પર, નદીના જલથી સ્નાન કરવાવાળા, આ આચાર પાલન કરવાવાળાને બહૂદક કહેવામાં આવે છે.
બ્રહ્મસૂત્ર અને શિખાથી રહિત, કષાયેલ વસ્ત્રની સાથે દંડને પણ ધારણ કરવાવાળા, ગામમાં એક રાત્રિ અને નગરમાં ત્રણ રાત્રિ સુધી નિવાસ કરવાવાળા અને અધિક દિવસ બીલકુલ ન રહેવાવાળા, રસેઈ સંબંધી ધૂમાડા નીકળવા બંધ થઈ ગયા હોય, તેવા સમયે બ્રાહ્મણના ઘરમાં ભિક્ષાભેજન કરવાવાળા, તથા તપસ્યા દ્વારા પોતાના શરીરને સુકાવવાવાળા, દેશવિદેશમાં પરિભ્રમણ કરવાવાળા, આવા પ્રકારના આચાર ચાલન કરવાવાળાને હંસ કહેવામાં આવે છે.
જ્ઞાન ઉત્પન્ન થયાબાદ ચારેવર્ણમાં ભિક્ષાભેજન કરવાવાળા, પિતાની ઈચ્છાનુસાર દંડને ધારણ કરવાવાળા, ઈશાન દિશામાં ગમન કરવાવાળા શકિતહીન દશામાં અનશન (સર્વથા આહારને ત્યાગ) કરવાવાળા, કેવળ વેદાન્તનું જ ધ્યાન કરવાવાળા, આવા પ્રકારના આચરણ કરવાવાળાને પરમહંસ કહેવામાં આવે છે. આ ચારેમાં ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ સમજવા. આ તમામ બ્રહ્માત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org