________________
४२८
તવાખ્યાન.
રીતે આ તમામ સ્થળે સ્વભાવભેદને લઈને ભિન્નતા માનવામાં આવે છે, તેવી રીતે ભવ્યાભવ્યમાં પણ સ્વભાવભિન્નતાને લઈને ભિન્નતા સમજવી.
કિચ જેમ જીવપણું દરેકમાં સરખું છે, તે પણ કઈ જીવવિશેષમાં સ્વભાવથી જ સરલતા, દયાહુતા, જનવલભતા, મહાનુભાવતા વિગેરે ગુણે જોવામાં આવે છે, અને બીજામાં નીચતા, કૂરતા, વકતા, સ્વજનશીપણું, દુષ્ટ વિચારિપણું વિગેરે જેવામાં આવે છે. તેમ અત્ર જીવપણું સરખું છે, તે પણ સ્વભાવથી જ ભવ્યાભવ્ય પણું સમજવુંપરન્તુ કેઈનું કરેલું નથી અને તેવા ભવ્યાભવ્ય છે પણ જગતમાં અનન્તાનન્ત છે. તેમાં વાંઝણીને પુત્રેત્પત્તિની માફક અભવ્ય તે મોક્ષને લાયક છે જ નહિ. હવે બાકી રહ્યા ભળે, તેમાં પણ જે જીવવિશેષને ભવ્યત્વને પરિપાક થાય, તે જીવ વિશેષને પૂર્વોક્ત મોક્ષસાધક સામગ્રી મળવાથી મોક્ષ મળી શકે છે, બીજાને નહિ. જ્યારે આવા પ્રકારની વ્યવસ્થા બરાબર છે, ત્યારે જેમ મનમાં આવે તેમ બકી છેટે આક્ષેપ કરવા તૈયાર થવું એ કેટલી બધી અજ્ઞાનતા કહેવાય?
ઉપર્યુંકત મોક્ષને અધિકાર પણ પુરુષને જ છે, સ્ત્રી વિગેરેને નહિ; તથા નગ્ન અવસ્થાવાળાને જ મળે, બીજાને નહિ, એ વાત બીલકુલ માનવા લાયક નથી. એવી શી રાજાશા છે, કે મોક્ષસાધક સામગ્રી મળવા છતાં પણ નગ્ન પુરુષને જ મેક્ષ મળે, બીજી કઈ પણ સ્ત્રી, પુરુષ વ્યક્તિને નહિ? વસ્તગતિ વિચાર કરતાં જે મહાત્મા મધ્યસ્થભાવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org