________________
જૈનદર્શન.
૪૨૭
તે તમામ મોક્ષમાં જવાના, એમ અમે બીલકુલ માનતા નથી. ખાલી ગ્યતા માત્ર કાર્ય સાધક છે, એમ કદાપિ માનવું નહિ. કિન્તુ સામગ્રી સમુદાય કાર્યસાધક છે. એ ખૂબ હૃદયમાં કતરી રાખવું.
કિંચ સમયે સમયે જીવે મોક્ષમાં જાય છે, તે પણ ભવિષ્ય કાલના જેટલા સમયે છે, તે કરતાં પણ જીવનું અને ન્ત મેટું છે. જૈનદર્શનમાં અનન્તના અનન્ત ભેદે જણાવેલા છે. માટે અમારે ત્યાં કોઈ પણ જાતની અડચણ છે જ નહિ.
પ્ર. જ્યારે જીવપણું તમામ જેમાં એક સરખું છે, ત્યારે એકને ભવ્ય અને બીજાને અભવ્ય કહેવાનું શું કારણ?
ઉ૦ દ્રવ્યપણું દરેક દ્રવ્યમાં એક સરખું છે. તે પછી એકને પૃથવી, બીજાને આકાશ અને એકને મન કહેવાનું શું કારણ? તથા અહંકારજન્ય વિકારપણું દરેકમાં સરખું છે. તે પછી એકને પાંચ ભૂત કહેવા અને બીજાને અગીયાર ઈન્દ્રિય કહેવાનું શું કારણ તથા બ્રહ્મ દ્વતપણું દરેકમાં સરખું છે. તે પછી જીવમાં અશુદ્ધ ચિતન્ય અને બ્રહ્મમાં શુદ્ધ ચૈતન્યપણું કહેવાનું શું કારણ? અને પદાર્થપણું દરેકમાં સરખું જ છે, ત્યારે એકને જીવ સમાજ અને બીજાને અછવ સમજ, તેનું શું કારણ? તથા મરાપણું દરેકમાં સરખું છે, છતાં પણ એકને કેયડુ કહે બીજાને નહિ, તથા સ્ત્રીપણું દરેકમાં સરખું છે, તે પછી એકને મા અને બીજીને સ્ત્રી અને એક પુત્રી કહેવાનું શું કારણ? જેવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org