________________
૪૧૪
તવાખ્યાન,
લગાર માત્ર પણ સ્પર્શ નહિ કરનારૂં એવું જે શાશ્વત સુખ તેને ચાર વર્ગમાં પ્રધાન મોક્ષના સુખ તરીકે માનવામાં આવે છે.
હવે કેટલાક મીમાંસકોને મેક્ષ વિષયક કંઈક વિચાર જણાવવામાં આવે છે. “જ્યાં સુધી વાસના વિગેરે આત્માના સર્વ ગુણને ઉચ્છેદ ન થાય ત્યાં સુધી અત્યન્ત દુખની વ્યાવૃત્તિ કદાપિ થઈ શકવાની નહિ. કેમકે સુખ દુઃખના સંભવમાં ધર્માધર્મ નિમિત્ત છે. અને તે જ સંસારરૂપી મહેલના સ્તંભે છે. અને જ્યારે તેને વિનાશ થાય, ત્યારે તેના કાર્યરૂપ શરીર વિગેરેને ઉપદ્રવ પણ બીલકુલ રહેવાને જ નહિ, અને જ્યારે શરીર વિગેરેના ઉપદ્રવને અભાવ થયે ત્યારે સુખ દુઃખ વિગેરે પણ ધમધર્મના નહિ રહેવાથી રહેવાના જ નહિ, અને તેના નહિ રહેવાથી દુખવ્યાવૃત્તિ જરૂર થવાની તેનું નામ જ મોક્ષ સમજવું.
કિંચ તે અવસ્થામાં અખિલ ગુણોથી રહિત પિતાના સ્વરૂપમાં લીન આમા રહેવાને, અને સંસારના બન્ધનેથી પેદા થયેલ દુઃખના કલેશેથી પણ રહિત અને કામ, કધ, મદ, ગર્વ, લેભ, દંભ વિગેરે દુખના કારણરૂપ આ છે પ્રકારની ઉમિઓથી પણ તદ્દન રહિત થવાને, આ જ મેક્ષનું ખરૂં સ્વરૂપ કહેવાય.”
ઉપર્યુકત મીમાંસક લોકોનું કથન અજ્ઞાનતા ભરેલું હવાથી આદરવા લાયક નથી. શું મુકિતમાં શુભ કર્મના પરિપાકથી પેદા થયેલા સંસારિક સુખને નિષેધ કરે છે? અથવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org