________________
જૈનદર્શન.
૨૮૫
હવે રહ્ય બીજો પક્ષ, તેમાં પણ ઈશ્વરકૃષ્ણ વિગેરે આપના મહર્ષિઓએ ગૃહસ્થાવસ્થાને ત્યાગ કર્યા સિવાય
ગીઅવસ્થાને પ્રાપ્ત કરી, એમ તે કદાપિ થઈ શકવાનું જ નહિ, જેમ દેવદત્ત બાલ્યાવસ્થાને ત્યાગ કર્યા સિવાય યુવાવસ્થાને પ્રાપ્ત કરી શકતું નથી તેમ અત્રે પણ સમજવું. માટે બીજા પક્ષમાં તે યુક્તિશૂન્યતા જ સમજવાની છે. આથી એ ભાવ નિકળે કે જ્યારે પ્રકૃતિના સંગરૂપ સંસાર જ ઘટી શકતે નથી, ત્યારે તેના વિયેગરૂપ મોક્ષની તે આપના મતમાં વાત જ શી કરવી? માટે ક્ષવિષયક સાંખ્યની માન્યતા હૃદયંગમ નથી, એ વાત ખાસ ખ્યાલમાં રાખવી.
બધ્ધની સાથે મુક્તિને વિચાર ઉપદ્રવ સિવાય ચિત્તની જે સંતતિ (પરંપરા) તેનું નામ જ મુક્તિ સમજવું, આવા પ્રકારની કેટલાક બૌદ્ધોની માનવતા પણ આદરણીય નથી. કેમકે ઉપદ્રવ વિનાની ચિત્તસંતતિ જ્યારે કઈ વસ્તુરૂપ છે જ નહિ, ત્યારે તેને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરે નકામે જ છે.
પૂર સંતતિમાં પતિત ક્ષણે પિતે જ પૂર્વોત્તરભાવથી આપસમાં કાર્યકારણરૂપ છે. અર્થાત્ પૂર્વેક્ષણ કારણ છે અને ઉત્તરક્ષણ કાર્ય છે. આવા પ્રકારની વ્યાખ્યાથી જ્યારે સંતતિ વસ્તુરૂપે સિદ્ધ થાય છે, ત્યારે સિદ્ધ થતી નથી, એમ કહીને ઉડાવી દેવી એ કેટલી બધી અજ્ઞાનતા સમજવી !
ઉ૦ જીવનમુક્તરૂપ સર્વના જ્ઞાનને છેલ્લે ક્ષણ મુક્તિના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org