________________
તરવાખ્યાન.
-
-
-
આવે છે, તેમાં પ્રથમ પક્ષ માનવામાં પ્રકૃતિ સહિત આત્મા પ્રકૃતિની સાથે આત્માના સાગમાં કારણ છે, એ અર્થ થવાને, ત્યારે તેમાં પણ શંકા જરૂર પેદા થવાની કે જ્યાં સુધી પ્રકૃતિની સાથે આત્માને સંગ ન થાય, ત્યાં સુધી પ્રકૃતિ સહિત આત્મા તેના સંગમાં કારણ પણ થઈ શકે જ નહિ, અને આવી રીતની વ્યાખ્યા કરવામાં અનવસ્થા બરાબર આવવાની, માટે પ્રથમ પક્ષ આપ લેકેથી માની શકાય તેમ નથી. અને બીજો પક્ષ પણ પ્રકૃતિ સહિત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા ક્યા કારણથી તેની સાથે સંગ કરે છે એ પ્રશ્ન થવાને, અને તેમાં પણ હેતુને તપાસ કરવાથી પૂર્વની માફક અનવસ્થા જરૂર આવવાની; માટે બન્ને પક્ષેમાંથી કેઈપણ પક્ષ આપનાથી માની શકાય તેમ નથી.
કિંચ હેતુ વિના પણ આપસમાં બેને સંગ થાય છે, એવું જે માનવામાં આવે તે મુક્તાત્માની સાથે પણ પ્રકૃતિના સંગને પ્રસંગ તે જરૂર આવવાને.
અપરંચ આત્મા પિત્ત પ્રકૃતિને ગ્રહણ કરતી વખતે શું પૂર્વાવસ્થાનો ત્યાગ કરીને ગ્રહણ કરે છે? અથવા ત્યાગ કર્યો સિવાય ? આ બે પ્રશ્ન પૂછવામાં આવે છે.
તેમાં પણ પ્રથમ પક્ષ રવીકારવામાં તે પૂર્વની અવસ્થાને ત્યાગ કરવાથી તે આત્મામાં પરિણામપણું જરૂર આવવાનું, અને તેમ થવાથી અનિત્યપણું પણ વિના ઈચ્છાએ આવવાનું જ અને જ્યારે અનિત્યપણું આવ્યું, ત્યારે તે કૂટસ્થ નિત્યપણું હવામાં ઉડી જવાનું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org