________________
જેનદર્શન.
૭૫
લેનારે પણ શુદ્ધ હૃદયથી ગ્રહણ કરી પ્રેમ પૂર્વક તેની આચરણ કરી સંયમને ખૂબ નિર્મળ બનાવવા પ્રયત્ન કરે, એ ઉદ્દેશ મુખ્ય રાખવું જોઈએ.
વિનય - જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉપચાર વિગેરે વિનય દ્વારા કર્મના ક્ષય માટે સંયમની અંદર જે નમ્રતા ભરેલે પ્રયત્ન કરે, તેને વિનય તપ કહેવામાં આવે છે. ભાવાર્થ-જે પ્રકારે વીતરાગે પ્રરૂપેલ હેય, તે યથાર્થ છે એવી શ્રદ્ધા રાખવી તે દર્શનવિનય. જ્ઞાનનું શિક્ષણ લેવું, અભ્યાસ કરે તે દ્વારા સુકૃતને સંચય કરે, નવીન કર્મના બન્ધને અટકાવીને પુરાણું કર્મને નાશ કરવામાં ઉદ્યમ કર, તેને જ્ઞાનવિનય કહેવામાં આવે છે. સ્વચ્છ સુંદર આચરણ દ્વારા કર્મો ક્ષયની ભાવનાથી ચારિ. ત્રમાં જે વિશુદ્ધતા મેળવવી તે જ રવિનય જણ. ગુણથી અધિક ગુણિs જન મહh! જ્યારે જેમાં આવે, ત્યારે ઉભા થવું, આસન આપવું, વન્દના-નમસ્કાર કરવા વિગેરે જે શુદ્ધ ભાવના પૂર્વક કાર્ય કરવું, તેને ઉપચાર વિનય કહેવામાં આવે છે,
વૈયાવૃત્ય. તીર્થકર, આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શિક્ષક, ગ્લાન, કુલ, સંઘ, સાધુ, સમજ્ઞ આ દશની ભકિત ઘણું જ લાભને આપનારી છે. આ લેક અને પરલોકમાં ઘણું જ હિતકારી છે. મેક્ષમાર્ગમાં સાધનભૂત છે. તીર્થકરને વન્દન, પૂજન કરવું તેમના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org