________________
જૈનદર્શન
૩૭
તપસ્યાનું લક્ષણ જે દ્વારા નવીન આવતાં કર્મ અટકી જાય અને પૂર્વે એકઠાં કરેલ કર્મો નાશ થાય, તેને તપ કહેવામાં આવે છે. સારાંશ-બાહા આભ્યન્તર તપસ્યા કરવાથી કર્મ શુષ્ક-રસ વિનાનું અને સ્નેહ રહિત થઈ બન્યાથી છૂટી જાય છે. અર્થાત નવાં કર્મો બન્ધાતાં નથી અને પુરાણા બાંધેલાં કર્મોને ક્ષય થવાથી નિર્જરા થાય છે, માટે તપસ્યાથી નિર્જરા થાય છે તેમ કહેવામાં આવે છે. આ પ્રકારે નિર્જરાના કારણભૂત તપના બે ભેદ છે. એક બાહ્ય તપ અને બીજું આભ્યન્તર તપ.
બાહાતપ. તેમાં બાહ્યતપના છે ભેદ છે. અનશન, અમદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિકતશયનાસન અને કાયકલેશ, આ તેના ભેદ સમજવા. હવે તેનું સ્વરૂપ સમજાવવામાં આવે છે –
અનશન સંયમનું રક્ષણ અને કર્મની નિર્જરા આ બે જેનાં મુખ્ય પ્રયજન છે અને વિષય, કષાય, આહાર આ ત્રણને ત્યાગ જેમાં પ્રધાન છે, તે તપસ્યાવિશેષને અનશન કહે છે. આ તપસ્યા પણ એક ઉપવાસ, બે ઉપવાસ, ત્રણ ઉપવાસ, એક માસના બે માસના ઉપવાસ, જેવી શકિત હોય તેવી રીતે કરવી. પરંતુ એટલે ખ્યાલ બરાબર શખવે કે મન, વચન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org