________________
૩૬૪
તવાખ્યાન,
માર્ગમાં સુગપ્રમાણુ હષ્ટિ રાખીને ચાલવું, તે ઇસમિતિ. હિતકારી, પરિમિત, સંદેહ ન ઉપજે તેવું નિવઘ વચન બોલવું, તે ભાષાસમિતિ. આહારના બેંતાલીશ ષ ટાળી નિર્દોષ અન્ન, પાન, વ, પાત્ર વિગેરેની જે ગષણા કરવી, તે એષણ સમિતિ જાણવી. સંયમમાં ઉપકારી ઉપકરણને દષ્ટિપૂર્વક પ્રતિલેખના કરીને લેવા-મૂકવાની જે કિકાઓ કરવી, તે આદાનનિક્ષેપ સમિતિ જાણવી. જીવ-જન્તુરહિત નિજીવ સ્થાનમાં જઈને તથા પૂજીને મલ, મૂત્ર વિગેરેને ત્યાગ કરે, તે ઉત્સર્ગ સમિતિ જાણવી.
ધર્મનું સ્વરૂપ. હર્ગતિમાં પડતા જીવેને ત્યાંથી અટકાવીને સદ્ગતિમાં જે પહોંચાડે, તે ધર્મ કહેવાય; અથવા અસ્પૃદયમાં તથા નિઃશ્રેયસમાં જે સાધનભૂત હોય, તે ધર્મ કહેવાય. ભાવાર્થધીરે ધીરે આત્માને ઉન્નત દશામાં પહોંચાડને મેક્ષસાધનની તમામ સામગ્રીને મેળવી આપે, તે ધર્મ કહેવાય. ક્ષમા, માવ, આજંવ, શાચ, સત્ય, સંયમ, તપસ્યા, ત્યાગ, આચિન્ય અને બ્રહ્મચર્ય આ દશ તેના ભેદ જાણવા
ક્રોધના ઉદયન નિમિત્તાને જે અટકાવી રાખે, તે ક્ષમા સમજવી.
મદ, ગર્વ, અભિમાન, અહંકાર, માન આ તમામ માનના પર્યાયે સમજવા. તેના ઉદયનાં નિમિત્તાને જે અટકાવે, તેને માર્દવ કહેવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org