________________
જૈનદર્શન.
૩૬૩
સમુદ્રને તરવાની જેને ચાહના હેય, એવી વ્યક્તિઓને જે કે સર્વથા સંવરની સામગ્રી પાસે ન હોવાથી, સર્વથા સંવર થઈ શકતું નથી. તે પણ સર્વ પ્રમાદનાં સ્થાને ત્યાગ કરવાથી ખુશીથી દેશસંવર થઈ શકે છે. તે સંવર-સંપાદનના ઉપાયે હવે બતાવવામાં આવે છે. ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય, ચારિત્ર વિગેરે સંવર-સંપાદનનાં નિમિત્તે સમજવાં.
ગુમિનું સ્વરૂપ, વાસ્તવિક શ્રદ્ધા તથા યથાર્થ જ્ઞાનવાળા પુરુષે મન વચન અને કાયાના વ્યાપારને, વીતરાગપ્રણીત શાસ્ત્રોમાં બતાવેલ માગમાં સ્થાપન કરવા, તેનું નામ ગુપ્તિ સમજવું.
ભાવાર્થ– દરેક પ્રકારની કલ્પનાજાળને છેડી સમભાવમાં લીન કરીને મનના વ્યાપારને આત્માના સ્વરૂપ ચિન્તનમાં જે જોડવા, સંજ્ઞા વિગેરેના પરિહાર પૂર્વક વચનના વ્યાપા
ને બન્ધ કરવા, અને કાયાના વ્યાપારીને સુવું, બેસવું, લેવું, મૂકવું, ચાલવું વિગેરે ક્રિયામાંથી હઠાવીને નિયમમાં રાખવા, તેનું નામ ગુપ્ત સમજવું.
સમિતિનું સ્વરૂપ નિરવદ્ય શુદ્ધ પ્રવૃત્તિનું સમિતિ નામ સમજવું. ભાવાર્થ–બીજા જીને વ્યાઘાત ન થાય, તેવી રીતે ઉપગ પૂર્વક દિવસની અંદર સૂર્યનાં કિરણેએ ફરસેલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org