________________
જૈનદર્શન.
૩૨૯
તના તમામ ઘડાની, તથા તમામ કપડા વિગેરે વસ્તુની ઉત્પત્તિ કેમ ન થઈ શકે ?
તથા ઋતુવિભાગને લઈને જે કાર્યોત્પત્તિ જણાવવામાં આવી, તે પણ જ્યારે કાલ પોતે જ ઔપચારિક પદાર્થ છે, ત્યારે હતુવિભાગ પણ આરોપિત હેવાથી તે દ્વારા કાર્યોત્પત્તિ પણ બીસ્કુલ થવાની નહિ, તથા અમુક ઋતુમાં અમુક ફળે છે, વિગેરે કાર્યો પણ કાલને લઈને સમજવાં નહિ, કિન્તુ તે તે દ્રવ્યમાં શક્તિ જ એવા પ્રકારની છે કે સામગ્રીસમુદાય મળવાથી અમુક અમુક ટાઈમમાં ફળવું, આટલાં આયુષ્ય પુદ્ગલે ભેગવ્યા બાદ જ તે તે કર્મોના સંબંધથી ઋતુધર્મ આવે છે, માટે કેવલકાલવાદ પણ નિયતિ સ્વભાવની માફક નકામો સમજ.
તથા પુરુષાર્થવાદ પણ કેવલ માનવાથી કામ ચાલે તેમ નથી, અનેક પ્રકારને પુરુષાર્થ કરવા છતાં પણ જ્યાં સુધી ભવ્યત્વને પરિપાક ન થાય, ત્યાં સુધી મેક્ષના સાધનભૂત સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ કારણસમુદાયની જોગવાઈ મળવાની જ નહિ
પુરુષાર્થ કરવા છતાં પણ કમ જ્યાં ઉલટું હોય, ત્યાં ધાર્યું કાર્ય કદાપિ સિદ્ધ થઈ શકવાનું જ નહિ, રાવણ દુર્યોધન, કેણિક વિગેરે લોકોએ અનેક પ્રકારના પ્રયત્ન કર્યો, તે પણ તેઓ પિતાની ઈષ્ટ સિદ્ધિમાં સફળતા મેળવી શકયા જ નહિ. માટે કેવલ પુરુષાર્થ પણ કામ આવવાને નહિ
તેવી રીતે કેવલ કર્મ પણ કોઈ કાર્ય કરી શકવાનું જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org