________________
૩૧૮
તસ્વાખ્યાન
પણ કાલને માન્યા સિવાય થઈ શકવાનાં જ નહિ. કેમકે શુભાશુભ કર્મ તથા દંડ વિગેરે સામગ્રીની વિદ્યમાન દશામાં પણ સ્વર્ગ, નરક, ઘટ, પટ વિગેરેની ઉત્પત્તિ જ્યારે કાલાન્તરે જોવામાં આવે છે, તત્કાલ જોવામાં આવતી નથી, ત્યારે તેનું કારણ પણું કાલ છે એમ કેમ ન માની શકાય?
કિચ ઉત્પન્ન થતા પદાર્થોને વૃદ્ધિ પામવામાં પણ કાલ જ કારણ છે. તથા એકપર્યાય-પરિણત વસ્તુને બીજા પરિણામરૂપે પણ કાલ પરિણમાવે છે. સૂતેલા મનુષ્યને પણ આપદાથી કાલ પિતે બચાવે છે. તથા કાર્યોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય વિગેરેમાં પણ કાલ જ કારણ છે.
તપેલીમાં મગ નાંખી અગ્નિને સંગ કરવા છતાં પણ જ્યાં સુધી પરિપાકકાલ આવે નહિ, ત્યાં સુધી તેને પાક કદાપિ થાય જ નહિ.
કિચ, “કાલ વિના પણ વસ્તુ પેદા થાય છે એવું જે માનવામાં આવે તે માતા-પિતાને સંગ થાય કે તરત જ સંતાન પેદા થવું જોઈએ, તથા ઋતુકાલની પહેલાં પણ કન્યાથી સંતાનની ઉત્પત્તિ થવી જોઈએ, પરંતુ એમ તે કોઈ પણ વખતે બનતું જ નથી. માટે કાલને જરૂર કારણ તરીકે માનવે જ જોઈએ, તે સિવાય કઈ પણ વ્યવહાર થઈ શકવાને જ નહિ.
સ્વભાવવાદિને અભિપ્રાય, આ લોકમાં ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, સ્વર્ગ, નરક, ઘટ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org