________________
૨૮૮
તસ્વાખ્યાન.
અજીવતત્ત્વ-નિરૂપણ જેમાં ચતન્યને બીસ્કુલ સંબન્ધ નથી, તે અજીવ અથવા અચેતન કહેવાય છે. અજીવના બે ભેદે છે એક અરૂપી અચેતન અને બીજો રૂપી અચેતન. તેમાં અરૂપી અચેતનના ચાર ભેદ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને કાલ. રૂપી અચેતનને પુદ્ગલ શબ્દથી વ્યવહાર કરવામાં આવે છે.
ધર્માસ્તિકાય અને અધમસ્તિકામાં રહેલ ધમધર્મ શબ્દથી પુણ્ય પાપ ન સમજતાં આ ઠેકાણે તે બન્ને શબ્દ પદાર્થવિશેષમાં રૂઢ છે અર્થાત્ તે બને શબ્દો આ ઠેકાણે પારિભાષિક સમજવા. હવે તેને વાચ્યાર્થ સમજાવવામાં આવે છે—ધર્માસ્તિકાયમાં ત્રણ શબ્દ છે ધર્મ, અસ્તિ અને કાય. તેમાં અસ્તિ જે છે, તે સત્તાવાચી નથી, કિન્તુ પ્રદેશવાચી છે અને કાયશબ્દ સમૂહવાચી છે, અને ધર્મ જે છે, તે લેકવ્યાપિ, નિરક્ષર અવસ્થિત, અરૂપી, તથા તમામ પ્રકારની ગતિ ક્રિયામાં સાધારણ કારણરૂપ વિશેષદ્રવ્યને વાચક છે. અને અસ્તિકાયથી પ્રદેશસમુદાય અર્થાત્ અસંખ્યાત પ્રદેશવાળું તે દ્રવ્ય છે એમ સમજવું. - સારાંશ-જેને કઈ પણ કાલે સર્વથા વિનાશ થતે જ નથી, તથા કેઈપણ કાલમાં ગમનમાં સાધારણ કારણરૂપ જે સ્વભાવ, તેને પણ અભાવ કઈ રીતે નથી અને તે અમૂર્ત હોઈ કરીને પણ ગતિ પરિણામથી પરિણત થયેલ જીવ પુદ્ગલેની ગતિમાં કારણરૂપ છે. જેમ ગતિરૂપથી પરિણત થયેલ મચ્છ વિગેરે જળજતુઓને ચાલવાની શક્તિ છે, તેપણ ચાલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org