________________
જૈનદર્શન.
૨૯૭
ના પ્રદેશથી જે પરિશાટન કરવું અથી જૂદાં કરી નાખવાં તેનું નામ સેપક્રમ સમજવું. જ્યારે આવા પ્રકારની સ્થિતિ છે ત્યારે કહે આની અન્દર બાંધેલા આયુષ્યને ભેગવ્યા વિના જ્યારે નાશ થતે જ નથી ત્યારે કૃતને નાશ કેવી રીતે કહી શકાય ? તેમ જ સંપૂર્ણ આયુષ્ય ભેળવીને તથા ભવાન્તરનું બીજુ આયુષ્ય બાંધીને જ જ્યારે ભવન્તર જાય છે તે પછી અકૃતનો આગમ પણ કેવી રીતે થવાને ? હા, એટલી વિશેષતા છે કે સેપક્રમ આયુષ્યમાં દોરીનું ગુંચળું વાળી અગ્નિમાં નાખવાથી જેમ જલદી બળી જાય છે, તેમ અત્ર પણ ક્ષયકારણે દ્વારા બાકીનું આયુષ્ય શિથિલ બન્ધવાળું હોવાથી જલદી ભગવાય છે. તથા જેમ દેરીને લાંબી કરી છેડેથી સળગાવવાથી અનુક્રમે બળે છે તેમ ગાઢ નિકાચિતપણે બન્યથી આયુષ્ય પુદગલ બાંધેલા હોવાથી તે અનુક્રમે ભગવાય છે, માટે તેને નિરુપક્રમ કહેવામાં આવે છે. માટે કૃતને નાશ, અકૃતને આગમ તથા આયુષ્યકર્મની નિષ્ફળતા વિગેરે કઈ પણ દોષને અવકાશ છે જ નહિ.
આ પ્રમાણે જીવને લગતી કેટલીક બાબતે પ્રસંગોપાત્ત સમજાવી જીવનિરૂપણ સમાપ્ત કરવામાં આવે છે. જીવ સંબન્યિ બીજી પણ ઘણી બીનાઓ જાણવા લાયક છે. તે વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ વિશેષાવશ્યક, પનવણા, જીવાભિગમસૂત્ર, તત્ત્વાર્થસૂત્ર, લેકપ્રકાશ વિગેરે ગ્રન્થ જેમાં જવાની જીજ્ઞાસા પૂરી કરી લેવી.
ઈતિ .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org