________________
૨૮૦
તવાખ્યાન.
આંખથી બહાર નીકળી વસ્તુના દેશમાં જઈને તેને પ્રકાશ કરે છે. કેમકે તેમાં સૂક્ષ્મપણું તથા તૈજસપણું હેવાથી અગ્નિની સાથે સંબન્ધ થવા છતાં પણ દાહ વિગેરે કંઈપણ તેમાં થતું નથી, માટે આપજ વિચારે કે ચક્ષુને પ્રાપ્યકારિ માનવામાં બીજી શી અડચણ છે?
ઉ“આંખમાં કિરણે છે એ વાત પ્રમાણશુન્ય હોવાથી બીલકુલ માનવા લાયક નથી. તેમ છતાં જે માનવામાં આવે તે અનેક પ્રકારની વિપત્તિઓ આવવાની. જેમ મનમાં કિરણે નથી, તે પણ તે વસ્તુને પ્રાપ્ત કર્યા સિવાય ગ્રહણ કરે છે, તેમ આંખ, તેમાં કિરણે માન્યા સિવાય પણ વસ્તુને પ્રાપ્ત કર્યા વિના જ્યારે ગ્રહણ કરે છે. ત્યારે આંખમાં કિરણે માનવાની શી જરૂર છે? અને જે પ્રમાણ વિના પણ માનવાની ઈચ્છા થતી હોય તે નખ, દાંત, કપાળ વિગેરે સર્વમાં કેમ ન મનાય?
કિંચ “સુ વિષયને પ્રાપ્ત કરીને જ ગ્રહણ કરે છે એવું માનવામાં આવે તે આંખમાં રહેલ અંજન, કાળી કીકી, મલ વિગેરેનું પણ પિતાને પ્રત્યક્ષ થવું જોઈએ. કેમકે તે તે હમેશાં પાસે જ રહે છે, છતાં પ્રત્યક્ષ તે થતું નથી, માટે પ્રાપ્યકારી પક્ષ અનાદરણીય છે.
પૂ. ચક્ષુ વિષયને પ્રાપ્ત કર્યા વિના પણ ગ્રહણ કરે છે, એમ જે માનવામાં આવે તે અમુકને જ ગ્રહણ શા માટે કરે છે? અપ્રાપણું દરેકમાં સરખું હોવાથી એક કાલમાં તમામનું જ્ઞાન કેમ ન થાય? માટે કહે કે ચક્ષુ અપ્રાપ્યકારી નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org