________________
જૈનદર્શન.
૨૭૧
-
-
થાય છે. આવી માન્યતામાં વિચારને અવકાશ રહેલે હેવાથી જણાવવામાં આવે છે કે, આપ આત્મા અને ઈન્દ્રિયેની સાથે મનને સંપૂર્ણ રૂપથી સંબધ માને છે ? અથવા તેના એક દેશથી ? આ બે પ્રશ્ન પુછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષ માનવામાં તે પરમાણુસ્વરૂપ અત્યન્ત સૂક્ષમ મનને એક કાલમાં એની સાથે સંબન્ધ કદાપિ થવાને નહિ. તેના ઉત્તરમાં એમ જણાવવામાં આવે કે એક દેશથી આત્માની સાથે મનને સંબન્ધ છે, અને તેથી બીજા દેશથી ઇન્દ્રિયની સાથે મનને સંબન્ધ છે. તે પછી એક કાલમાં બેની સાથે સંબન્ધ થવામાં અત્યારે શી અડચણ છે? આ કથન પણ ઘણું અસંબદ્ધ પ્રલાપરૂપ હોવાથી ઉપેક્ષણીય છે.
જ્યારે મન પતે જ પરમાણુરૂપ છે, ત્યારે તેના વિભાગ કેવી રીતે થઈ શકે? કે અમુક ભાગ આત્માની સાથે જોડાય છે, . અને અમુક ભાગ ઈન્દ્રિયની સાથે જોડાય છે. માટે આ વાત મનાય જ કેવી રીતે ? તેને વિચાર કરશે.
પૂર જેવી રીતે આત્મા પોતે જ મનની સાથે પિતાના સંપૂર્ણ રૂપથી જોડાય છે, તેવી રીતે ઈન્દ્ર પણ મનની સાથે સંબદ્ધ થાય છે. તે પછી એક કાલમાં બેની સાથે સંબન્ધ થવામાં શી અડચણ છે?
ઉ૦ એમ થવાથી તે મનમાં અણુપરિમાણપણું હેવાથી આત્મામાં પરમાણુ જેટલું પરિમાણ આવવાનું–અથત આત્મા પરમાણુ જેટલે અત્યન્ત સૂક્ષ્મ થઈ જવાને કેમકે તમો સંપૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org