________________
જેનદર્શન.
૨૬૩
.
..
.
આત્માને વરતુને પરિચય કરવામાં કારણરૂપ જે શક્તિવિશેષ, તેને ઈન્દ્રિય કહેવામાં આવે છે.
મનમાં ઈન્દ્રિયપણાનું નિરાકરણ
પૂ૦ કર્મથી મલિન થએલ તથા સહાય વગરને આત્મા પિતાની મેળે પદાર્થના વિચારમાં અસમર્થ હેવાથી, મન તેને સહાય આપનાર છે. અને તે પણ કર્મથી બને છે. માટે જેમ ચક્ષુ વિગેરેને ઈન્દ્રિય તરીકે માને છે, તેમ મનને પણ ઈન્દ્રિય તરીકે જરૂર માનવું જોઈએ.
ઉ૦ ઉપર્યુકત કથન યુક્તિવિરુદ્ધ હેવાથી આદરણીય નથી. કેમકે જેવી રીતે ચક્ષુ વિગેરે નિયમિત દેશમાં રહેલ છે. તેવી રીતે મન રહેલું ન હોવાથી તેને ઇન્દ્રિય તરીકે માનવામાં આવતું નથી. કારણ કે મનનું સ્થાન તે અનિયમિત છે, માટે મન ઈન્દ્રિય નથી.
કિંચ ચક્ષુ વિગેરેને રૂપાદિ વિષયક જે ઉપગ પરિણામ છે, તેની પહેલાં જ મનને વ્યાપાર છે અર્થાત્ ઇન્દ્રિયોના રૂપાદિવિષયક ઉપયોગ પરિણામની પહેલાં જ મનને મનન કરવાને વ્યાપાર શરૂ થાય છે. કેમકે શુકલરૂપ વિગેરે રૂપને જેવાની ઈચ્છાવાળે મનુષ્ય પ્રથમ મનનરૂપ વિચાર કરે છે, કે આવા પ્રકારના રૂપને જેવું છે. આ વિચાર ઈદ્રિના વ્યાપારની પહેલાં જ થાય છે. અને જ્યારે તે તે વિષયક મનને વ્યાપાર થઈ જાય છે. ત્યાર બાદ તેની સહાયતા દ્વારા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org