________________
૨૫૮
તવાખ્યાન.
પૂ. આ લેકમાં જે અત્યન્ત દુખી મનુષ્ય તથા તિય હાય, તેને જ નારકી સમજવા અને જે મનુષ્ય અત્યન્ત સુખી હેય, તેને દેવ તરીકે જાણવા. જ્યારે આવી રીતે પુણ્ય-પાપના ફલરૂપ સ્વર્ગ-નરકની ઉપપત્તિ થઈ શકે છે, તે પછી અતીન્દ્રિય સ્વર્ગ તથા નરક માનવાની શી જરૂર છે? તે સમજાવશે.
ઉ૦ ઉપર્યુક્ત કથન સહૃદયગમ્ય નથી, તે જણાવવામાં આવે છે. આ લેકમાં ઉત્કૃષ્ટ પાપના ફળને ભેગવનાર જી પણ સર્વ પ્રકારે દુઃખી છે, એમ તે કદાપિ કહી શકાય જ નહિ. કારણકે સુખને આપનાર સુંદર પવન, સુંદર સૂર્યને પ્રકાશ, તથા કેઈને દયાળુ મહાત્માઓને સમાગમ થવાથી દુખનું દૂર થવું વિગેરે કેટલાંક સ્વતંત્ર સુખનાં કારણે જ્યારે મળી આવે છે, ત્યારે આ લોકમાં વસતા અત્યન્ત દુખી જીવને નારકી તરીકે કેવી રીતે કહી શકાય ? તથા ઉત્કૃષ્ટ પુણ્યના ફળરૂપ રાજ્યશ્રીને ભેગવનાર છ સર્વથા સુખી છે, એમ તે કદાપિ કહી શકાય જ નહિ. કેમકે જ્યારે અત્યન્ત મલિન એવા મદિરાના ઘડા જેવું દુર્ગન્ધિ, જે સાતધાતુવાળું શરીર, તે દ્વારા નિરન્તર વહેતી જે અશુચિ, તથા કેઈ વખતે રેગોને પ્રભાવ થવાથી પેદા થતું જે દુઃખ, તથા જરાવ સ્થામાં ઇઢિયે શિથિલ થવાથી વિષય-વાછામાં ખલન થવાથી પેદા થતું જે દુખ, તેમ જ શક-સમાચાર સાંભળવાથી પેદા થતું દુઃખ, તથા રાજ્યને, સ્ત્રી, પુત્ર વિગેરેને પરાભવ થવાથી પેદા થતું જે દુખ વિગેરે અનેક પ્રકારનાં દુઃખે જ્યારે મજૂદ છે ત્યારે સર્વ પ્રકારે સુખી કહી મનુષ્યને દેવતા તરીકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org