________________
જૈનદર્શન.
જુવાર, મગ વિગેરે અન્નની પ્રાપ્તિ જોવામાં આવતી હાવાથી તેનું ફળ અદૃષ્ટ માનવામાં આવતું નથી. તેમ દાન વિગેરે ક્રિયાનું ફળ લેકમાં કીતિ ફેલાવી ઇજજત-માખરૂ સારી થવી વિ, અને હિંસાનુ ફળ નિન્દા-અપકીતિ વગેરે માનવાથી જ્યારે કામ ચાલી શકે છે;તા શા માટે અદૃષ્ટની કલ્પના કરવી જોઈએ? ક'ચ લેક પણ પ્રાયઃ પ્રત્યક્ષ ફળવાળી કૃષિ— વાણિજ્ય વિગેરે ક્રિયામાં જ જ્યારે પ્રવૃત્તિ કરે છે, ત્યારે દષ્ટ ફૂલવાળી દાન વિગેરે ક્રિયામાં પ્રવૃત્તિ કયા બુદ્ધિશાળી કરી શકે ? માટે અદૃષ્ટ ન માનવુ' જોઇએ.
ઉ॰ દૃષ્ટ ફળવાળી કૃષિ, વાણિજય વિગેરે ક્રિયામાં ઘણા લાકા પ્રવૃત્તિ કરે છે. અને અદ્રષ્ટ ફળવાળી દાન વિગેરે ક્રિયામાં તા ઘણા જ થોડા યારે પ્રવૃત્તિ કરતા દૃષ્ટિગચર થાય છે; ત્યારે સમજવુ' જોઇએ કે કૃષિ, હિંસા વગેરે ક્રિયા એ દૃષ્ટ ફૂલવાળી છે. તેપણ તેનું અદૃષ્ટ પાપરૂપ ફળ પણ છે. અને એમ જો નહાય તેા અનન્તકાળ સુધી તેવા જીવે બિચારા શા માટે રખડે છે ? માટે તેવી કૃષિ, હિંસા વગેરે ક્રિયાથી અદૃષ્ટ મૂળરૂપ ક્રિયાનાં પોટલાં ખાંધીને અનન્તકાળ સ’સારચક્રમાં અનન્ત જીવા પરિભ્રમણ કર્યા જ કરે છે.
૨૫૧
જો કદાચ કૃષિ-હિંસા વિગેરે અશુભ ક્રિયાનું અદૃષ્ટ પાપરૂપ ફળ ન માનવામાં આવે; તે તેવી ક્રિયાને કરનાર મર્યાં પછી તત્કાલ વિના પ્રયત્ને મુક્તિમાં જ જવા જોઈએ; કારણકે સ’સાર-પરિભ્રમણનુ કારણ પાપરૂપ ફૂલ તા તેઓને છે જ નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org