________________
૨૪૪
તત્ત્વાખ્યાન.
અને હિ‘સક, અસત્યવાદી વિગેરેને રાજ્યશ્રીની પ્રાપ્તિ થતી હાવાથી કોઇપણ પ્રકારનેા વિરોધ છે જ નહિં, માટે આવી રીતે વિચારથી પણ અઢષ્ટ સિદ્ધ થાય છે. તે પછી વિચાર કરતાં સિદ્ધ થતું નથી એવા ત્રીજો પક્ષ કેવી રીતે માની શકાય?
હવે રહ્યા ચેથા પક્ષ, તે પણ સમજાવવામાં આવે છે. જ્યારે આગમ તથા અનુમાન પ્રમાણુ અદૃષ્ટના સાધક તરીકે તૈયાર છે, ત્યારે સાધક કાઇ ન રહેવાથી અદૃષ્ટ નથી એમ કેવી રીતે કહી શકાય ? આગમમાં જણાવ્યું છે કે—
जो तुलसाहणाणं फले विसेसो न सो विणा हे । कज्जत ओ गोयम ! घडो व हेऊ य से कम्मं ॥ १ ॥ —વિશેષાવશ્યકસૂત્ર.
ભાવાથ બન્નેની પાસે સામગ્રી સરખી હાવા છતાં એકને સારૂં ફળ મળે છે અને બીજાને નહિ; તે વાત કારણ વિના બની શકે જ નહિ. જેમ ઘડામાં કાર્ય પણ હાવાથી દડ, ચક્ર વિગેરેને કારણુ તરીકે માનવામાં આવે છે. તેમ બન્ને જણાએ કાર્યના સાથે આરંભ કરવા છતાં પણ એકને ખરાખર ફળ મળે છે અને બીજાને નહિ; તેનું કારણ અવશ્ય માનવું જોઈએ. અને જે તેનું કારણ છે, તેનું નામ જ અદૃષ્ટ સમજવુ.... તથા
મઃ કુત્સ્ય, અનુમઃ પાણ્ય |
Jain Educationa International
-તત્ત્વાર્થસૂત્ર છઠ્ઠા અધ્યાય.
For Personal and Private Use Only
www.jainelibrary.org