________________
૨૪૨
તવાખ્યાન,
છત્ર, ચામરાદિ લક્ષણથી યુક્ત રાજ્યશ્રીને ભેગવતા દષ્ટિગોચર થાય છે. ત્યારે આપ જ બતાવે કે, દયા, દાન, સત્ય વિગેરે પુણ્યનું કારણ છે, અને હિંસા, અસત્ય વિગેરે પાપનું કારણ છે એ નિયમ કયાં રહ્યો ? માટે અદષ્ટ માનવાની શી જરૂર છે? 1 . ઉ૦ ઈશ્વરપૂજા, અહિંસા, સત્ય વિગેરે પાળવા છતાં પણ , જે દરિદ્ર જોવામાં આવે છે, તેનું કારણ ભવાન્તરમાં કરેલ પુણ્યાનુબધિ પાપનું ફલ સમજવું અને હિંસા, અસત્ય વિગેરેને સેવનાર રાજ્યશ્રીને અનુભવ કરે છે, તેનું કારણ પાપાનુબલ્પિ પુણ્ય સમજવું. તથા આ ભવમાં જે દાન, પૂજા વિગેરે કાર્યો કર્યો, તેનું ફળ કાલાન્તરે જરૂર મળવાનું; માટે કેઈ જાતની અનુપત્તિ છે જ નહિ.
આટલું કહ્યા બાદ પ્રસંગોપાત્ત પુણ્ય-પાપના વિષયમાં ચઉભંગી દર્શાવવામાં આવે છે. ૧ પુણ્યાનુબન્ધિ પુણ્ય, ૨ પુણ્યાનુબધિ પાપ, ૩ પાપાનુબધિ પુણ્ય, ૪ પાપાનુબલ્પિ પાપ. તેને અર્થ પણ સંક્ષેપથી સમજાવવામાં આવે છે.
ભવાન્તરના જે પુણ્યથી સુખ ભોગવતાં ધર્મ તરફ ઈચ્છા સ્વાભાવિક રીતે રહ્યા કરે, પુણ્યનાં કાર્યો પણ થયા કરે અને જીવનમાં પવિત્રપણું પણ બરાબર રહ્યા કરે, એવા પુણ્યને પુણ્યાનુબધિ પુણ્ય કહેવામાં આવે છે. આ પુણ્ય આખી જીંદગીમાં સુખ આપવાની સાથે જીવનને પવિત્ર બનાવવામાં પણ સહાચક છે અને ભવાન્તરને માટે પણ પુણ્યને ઉત્પન્ન કરવામાં સાધારણ કારણરૂપ છે. માટે પુણ્યના સાધનરૂપ પુણયને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org