________________
જૈનદર્શન.
૨૩ કે
મૂળકિય શરીર અને બીજું ઉત્તરક્રિય. તેમાં મૂળકિય તે દેવતા અને નારકીને જ હોય છે, બીજાને બિલકુલ નહિ. પરંતુ ઉત્તરક્રિય તે ચારે ગતિમાં સંભવી શકે. તેમાં પણ દેવતા અને નારકીમાં તે અવશ્ય હોય છે. મનુષ્ય અને તિર્યચોમાં તે તેવા પ્રકારની લબ્ધિ પેદા થવાથી મળી શકે છે.
આહારક શરીરનું સ્વરૂપ.
જેમાં લગાર માત્ર સાવદ્યપણું નથી, તથા જેને વ્યાઘાત પણ બિલકુલ થતું નથી અને જે શુભ અને સ્વચ્છ એવી આહારક વર્ગણાથી બને છે તે આહારક શરીર કહેવાય. આ શરીર ઉત્તમ ચારિત્રપાત્ર ચાદપૂર્વધારિ મુનિ સિવાય બીજાને મળી શકતું નથી. અને તે પણ જ્યારે તેઓને કોઈપણ જાતના પદાર્થમાં સંશય થાય, ત્યારે તેને નિર્ણય કરવા માટે પિતે ત્યાં રહ્યા છતાં પણ આવા પ્રકારનું એક નવીન જ શરીર બનાવી જ્યાં તીર્થકર વિચરતા હોય ત્યાં મેકલાવે છે. ત્યાં તેમની કૃદ્ધિ દેખતાં જ સંશય દૂર કરી જલદી અન્તમુહૂર્તમાં પાછું સ્વાસ્થાને આવી જાય છે. આવા પ્રકારની શિક્તિવાળું બીજા સાધારણ મુનિને પણ પ્રાપ્ત થઈ શકતું નથી. એ તે જેને ખાસ આહારકલબ્ધિ હોય, તેને જ મળી શકે છે.
તેજસ શરીરનું સ્વરૂપ. ખાધેલા આહારને પચાવવા માટે, બીજાને શા દ્વારા ભરમીભૂત કરવા માટે તથા શાપને પાછું વાળવા સારૂ શીતલેશ્યા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org