________________
૩૧
સવીકાયો છે. આ યાદ્વાદનું અવલંબન નહિ તે બીજું શું? નિયાયિકે એ પણ સ્યાદ્વાદને આશ્રય લીધે છે. કારણ કે તેઓ પણ દ્રવ્ય, ગુણ અને કર્મને સામાન્ય અને વિશેષ એમ ઉભય
પે માને છે. બૌધ્ધના મતમાં પાંચ વર્ણવાળા રત્નને “મેચક કહેવામાં આવે છે.આ મેચકજ્ઞાનમાં તેઓએ નીલ, પીત વિગેરે ચિત્રજ્ઞાન પણ માન્યું છે. મીમાંસકેએ પણ પ્રમાતા, પ્રમિતિ અને પ્રમેયના જ્ઞાનને એકરૂપે માન્યું છે. મહાભૂતાદિકમાંથી ચૈતન્યશકિત ઉદ્દભવે છે, એમ ચાવક માને છે. અતએ મહાભૂતાદિકના પરિણામ તરીકે ચિતન્યને તે ઓળખાવે છે. આ ચિતન્યને પૃથ્વી આદિક તથી ભિન્ન ભિન્ન જ ન્યા વિના તેને છૂટકે જ નથી. જ્યારે છૂટકે જ નથી, એટલે એની મેળે ચાકે પણ સ્યાદ્વાદના તાબામાં આવી ગયા.
પ્રસ્તુતમાં એ કહેવું અસ્થાને નહિ ગણાય કે જેન તત્વથી અનભિજ્ઞ પુરુષોએ સ્યાદ્વાદના સંબંધમાં “તે સંશયવાદ છે, એ તે જૈનેએ પોતાના બચાવ તરીકે ઘી કાઢેલ વાદ છે, ઈત્યાદિ જે અસંબદ્ધ અને ન્યાયબાધિત ઉદગાર કાઢ્યા છે, તેને આ ગ્રન્થકર્તાએ સચેટ રીતે પ્રત્યુત્તર આપેલ હોવાથી તે સંબંધમાં અત્ર વિચાર કરવામાં આવતું નથી.
ઉપર્યુકત વિવેચન ઉપરથી જૈનધર્મની ઉદારતા એ ઉદારતા છે કે કેમ તે સ્પષ્ટ સમજી શકાતું હોવાથી એ વિષયને અંગે કંઈ વિશેષ લખવાની હવે આવશ્યકતા રહેતી નથી એટલે
સ્વાદાદનું સ્થૂલ સ્વરૂપ સ્તુતિ-ચતુર્વિશતિકા (પ.૧ર૧૧૫) તરફ દૃષ્ટિ–પાત કરવાથી જોઈ શકાશે.
T
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org