________________
૨૧૨
તસ્વાખ્યાન.
-
-
આત્મામાં કૂટસ્થ નિત્યતાનું નિરાકરણ नैकान्तवादे सुखदुःखभोगौ न पुण्यपापे न च बन्धमोक्षौ। दुर्नीतिवादव्यसनासिनैवं परैविलुप्तं जगदप्यशेषम् ॥२७॥
–અન્ય વ્યવચ્છેદ-કાત્રિશિકા. - ભાવાર્થ –સર્વથા નિત્ય પક્ષમાં તથા સર્વથા અનિત્ય પક્ષમાં સુખ-દુઃખ, પુણ્ય-પા૫; બન્ધ-મોક્ષ વિગેરેમાંથી એક પણ ઘટી શકવાનું નહિ. તે વાત યુક્તિદ્વારા સમજાવમવામાં આવે છે. સાપુતાનાન્નચિવા નિચમા નિત્યનું આવા પ્રકારનું લક્ષણ ફટસ્થ નિત્યવાદિ લેકે માને છે. જેને કદાપિ વિનાશ ન થાય તેમ ઉત્પાદ પણ ન થાય અને નિરંતર એક વરૂપથી સ્થિર રહે, તે નિત્ય કહેવાય. આવા પ્રકારના નિત્યના લક્ષણમાં સુખ, દુઃખ વિગેરે કેવી રીતે ઘટી શકે? તે વિચારવા લાયક છે અને જ્યારે આત્મા દુઃખને અનુભવ કરી પિતાની સુખ-સાધનસામગ્રી દ્વારા સુખને અનુભવ કરવા જશે, ત્યારે તે સ્વભાવની ભિન્નતા થવાથી અનિત્યતા જરૂર આવવાની, તે પછી ફૂટસ્થ નિત્યતા કેવી રીતે રહેવાની? - પૂસુખાવસ્થા, દુઃખાવસ્થા વિગેરે અવસ્થાને ભેદ છે, તે પણ અમો એવી અવસ્થાવાળા આત્મામાં સ્વભાવભિન્નતા જ્યારે માનતા જ નથી, ત્યારે આ દોષને અવકાશ જ અમારે ત્યાં ક્યાં રહ્યો ? જેમ સર્પમાં બહાર વાંકુ ચાલવાપણું અને બીલમાં સીધું ચાલવાપણું વિગેરે અવસ્થાઓ જૂદી છે, તે પણ તેમાં ભેદ માનવામાં આવતું નથી.તેમ અત્રે પણ સમજવું કે અવસ્થાઓ ભિન્ન હોવા છતાં પણ અવસ્થાવાળી વ્યકિત જૂદી નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org