________________
૨૦૮
તસ્વાખ્યાન,
પ્રકૃતમાં તેવા આસપ્રણીત આગમનું જીવની સિદ્ધિમાં પ્રમાણ આપવામાં આવે છે –
नत्थि जीवा अजीवा वा णेवं सन्नं निवेसए । अस्थि जीवा अजीवावा एवं सन्नं निवेसए ॥ १३ ॥ नत्थि धम्मे अधम्मे वा णेवं सनं निवेसए । अत्थि धम्मे अधम्मे वा एवं सन्नं निवेसए ॥ १४॥
–સૂત્રકૃતાંગ પૃષ્ટ ૮૭૮ ભાવાર્થ-જવ છે, અજીવ છે, ધર્મ છે, અધર્મ છે એવી સંજ્ઞાઓ સ્થાપન કરવી, કિન્તુ નથી એવી રીતે કદાપિ બોલવું નહિ, જીવાભિગમ, પનવણ, ઠાંણગ, સમવાયાંગ, ભગવતીસૂત્ર વિગેરે અંગે પાંગમાં ઘણું જ વિસ્તારથી જીવ સંબંધી વિવેચન કરવામાં આવેલ છે.
આવી રીતે જ્યારે તમામ પ્રમાણોદ્વારા આત્માને સિદ્ધ કરવામાં આવ્યું ત્યારે હવે તેના લક્ષણ વિષે જીજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે, માટે હવે તેનું લક્ષણ બતાવવામાં આવે છે–
चैतन्यस्वरूपः परिणामी कर्ता साक्षाद् भोक्ता स्वदेहपरिमाणः प्रतिक्षेत्रं भिन्नः पौगलिकादृष्टवांश्वायम् ।
–રત્નાકરાવતારિકા ૭ પરિચ્છેદ, સત્ર પક, પૃષ્ઠ ૧૪૫. ભાવાર્થ-સાકાર-નિરાકારરૂપ ઉપયોગને ચૈતન્ય કહેવામાં આવે છે અને આત્માનું સ્વરૂપ પણ તે જ સમજવું. નિરંતર પૂર્વાપર પરિણામમાં જે ગમન કરવું, તે પરિણામ કહેવાય અને તે જેને નિરન્તર હોય તે પરિણામી કહેવાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org