________________
જૈનદર્શન,
૨૦૭
હવે આગમપ્રમાણથી પણ તેને સિદ્ધ કરવામાં આવે છે-આગમ તે જ વિધી કહેવાય, કે જેને પ્રણેતા અનાપ્ત હેય. તે વાતનું વિવેચન પ્રથમ પાંચ દર્શનની સમાલોચનામાં સારી રીતે કરવામાં આવ્યું છે. જેણે રાગ, દ્વેષ, મેહ, વિગેરે દૂષણને ક્ષય કર્યો છે, એવા ઈશ્વરપ્રણીત આગમમાં વિરોધ હોય જ કયાંથી? हिंसाद्यसत्कर्मपथोपदेशादसर्वविन्मूलतया प्रवृत्तेः । नृशंसदुबुद्धिपरिग्रहाच मस्त्वदन्यागममप्रमाणम् ॥ १ ॥
–અગવ્યવચ્છેદ-દ્વાáિશિકા. ઉપર્યુક્ત કારણથી પણ બીજાના આગમની પ્રમાણુતા સિદ્ધ થઈ શકતી નથી.
स्वागमं रागमात्रेण द्वेषमात्रात् परागमम् । न श्रयामस्त्यजामो वा किन्तु मध्यस्थया दृशा ॥
–જ્ઞાનસાર અષ્ટક
ભાવાર્થ-રાગમાત્રથી પિતાનું જાણી સ્વીકાર કરે નહિ અને પરના આગમને શ્રેષમાત્રથી જ ત્યાગ કરે નહિ, પરંતુ . મધ્યસ્થ બુદ્ધિથી સર્વજ્ઞની પરીક્ષા કરી જેમાં આપ્તપણું સિદ્ધ થાય તેને સ્વીકારે અને જેમાં આપ્તપણું ન હોય તેના આગમને ઉદાસીનભાવથી ત્યાગ કરે એ બુદ્ધિમાનનું લક્ષણ સમજવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org