________________
જૈનદર્શન.
૨૦૧
--
પૂ. જેના ગુણે પ્રત્યક્ષ હોય, તેને ગુણે પ્રત્યક્ષ હાય એ એકાંત નિયમ નથી. જેમ આકાશને ગુણ-શબ્દ પ્રત્યક્ષ હોવા છતાં પણ આકાશને પ્રત્યક્ષ કેઈપણ બુદ્ધિશાળી માનતે નથી, માટે આત્મા પ્રત્યક્ષ છે, એ વાત તદ્દન જૂહી સમજવી. - ઉ૦ રૂપવિગેરેની માફક ઇદ્રિ દ્વારા શબ્દમાં પ્રત્યક્ષપણું હેવાથી શબ્દ આકાશને ગુણ નથી, કિંતુ પુગલને પર્યાય છે, અને તેને તે અમે સારી રીતે પ્રત્યક્ષ માનીએ છીએ, એનું નિરૂપણ “મીમાંસક-દર્શન”માં કરવામાં આવેલું હોવાથી અત્ર ફરીથી વિવેચન કરી સમય રોકવામાં આવતું નથી.
પૂત જ્ઞાન વિગેરે ગુણોમાં પ્રત્યક્ષપણું હોવાથી ગુણમાં પણ પ્રત્યક્ષપણું રહે, પરંતુ જ્ઞાન વિગેરેને ગુણી આત્મા જ છે; એ વાત બિલકુલ માનવા લાયક નથી; કિચ જ્ઞાન વિગેરેના ગુણ તરીકે શરીરને સમજવું. કારણકે તેમાં જેવી રીતે ગૈારપણું, શ્યામપણું, સ્થલપણું, કૃશપણું વિગેરે ગુણે જોવામાં આવે છે; તેવી રીતે તેમાં જ જ્ઞાન વિગેરે ગુણો પણ જોવામાં આવે છે, માટે આત્માને બિલકુલ માનવાની જરૂર નથી.
ઉ. જેમ ઘડામાં મૂર્ત પણું તથા આંખથી દેખાવાપણું હવાથી જ્ઞાન વિગેરેને ઘડાને ગુણ તરીકે માનવામાં આવતા નથી; તેમ શરીરમાં પણ મૂર્ત પાણું અને આંખથી દેખાવાપણું હેવાથી જ્ઞાન વિગેરેને શરીરના ગુણે માનવામાં આવતા નથી. એવી શી રાજાજ્ઞા છે? કે મૂર્ત પણું અને આંખથી દેખાવાપણું ઘડામાં અને શરીરમાં સરખું છે, તે પણ શરીરના ગુણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org