________________
' ૧૯૪
તત્ત્વાખ્યાન.
વાથી તેમાં ચિતન્યશક્તિ ઉત્પન્ન થાય છે; એમ માનવામાં શે બાધ છે? માટે આત્મા માનવાની શી જરૂર છે? તે જણાવશે.
ઉ૦ પાંચ ભતેના સમુદાયથી બનેલ ઘડામાં પણ આપના નિયમ પ્રમાણે તે ચિતન્યશકિત પેદા થવી જોઈએ અને જયારે સર્વત્ર પાંચ ભૂતાના સમુદાયથી મળેલ ઘટ, પટ, સ્તંભ વિગેરે તમામ જડ પદાર્થોમાં ચૈતન્યશક્તિ માનવામાં આવી, તે પછી પુરુષમાં અને ઘટ-પટ વિગેરેમાં કંઈ પણ ભિન્નતા રહેવાની નહિ. કિંચ ઘટને ખપ હોય તેણે પુરૂષથી કામ ચલાવવું જોઈએ અને જેને પુરુષને વિવાહ-વિગેરેમાં ખપ હોય તેણે ઘટ-પટની સાથે તે વ્યવહાર કરવો જોઈએ. અને આ વાત તે અનુભવવિરૂદ્ધ, વ્યવહાર વિરુદ્ધ અને પ્રમાણવિરુદ્ધ હોવાથી કેઈને પણ આદરણીય શકે તેમ નથી.
પૂ. જે ભૂતે દ્વારા શરીર બનાવવામાં આવે છે, તે ભૂતનો સ્વભાવ જૂદે છે; અને જે દ્વારા ઘટ, પટ વિગેરે બને છે, તેને પણ સ્વભાવ જુદો છે. સારાંશ એ છે, કે જે ભૂતેથી શરીર બને છે તેને ચૈતન્યશક્તિ પેદા કરવાને સ્વભાવ છે અને બીજાને નથી; માટે આપ જ બતાવે કે રવભાવ ભિન્ન માનીને જ્યારે સર્વ વાતની ઉત્પત્તિ કરવામાં આવી, ત્યારે પુરૂષની સાથે ઘટ-પટની સરખામણની વાત કયાં રહી?
ઉ. પૂર્વોક્ત ભૂતને સ્વભાવ શું ભૂતથી જૂદે છે અથવા જૂદ નથી? આ બે પ્રીને પુછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષ સ્વીકારવામાં તે જ્યારે આપના મત પ્રમાણે ભૂત સિવાય બીજી કાંઈ પણ ચીજ છે જ નહિ, ત્યારે સ્વભાવ નામને પદાર્થ ક્યાંથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org