________________
૧૯ર
તવાખ્યાન.
આકાશમાં અવકાશ દેવાપણું છે વિગેરે પંચ ભતેના ગુણે ઇક્રિયા દ્વારા જોઇ શકાય છે અને ચેતના જે તેના ધર્મરૂપ હેત તે જરૂરી કાઠિન્યપણાની માફક ઈન્દ્રિયેથી તેને અનુભવ થઈ શકત; માટે ચેતના ભૂતેને ધર્મ નથી.
કિંચ, મદ્યાગની પ્રત્યેક ચીજોમાં થોડી થેડી માદક શકિત છે અને સમુદાયના મળવાથી સંપૂર્ણ શક્તિને આવિર્ભાવ થાય છે તેવી રીતે અત્ર પ્રત્યેકમાં લગાર પણ જ્યારે જોવામાં આવતી નથી તે પછી સમુદાયથી પેદા થાય છે તે કેવી રીતે માની શકાય ? જેમ ધૂળના એક એક કણમાં લગાર માત્ર તેલ નહિ હવાથી લાખ મણ ધૂળીને ઢગલો કરવા છતાં પણ તેમાં તેલનું બિન્દુ જોવામાં આવતું નથી, તેમ અત્ર પણ જ્યારે પ્રત્યેકમાં લગાર માત્ર ચૈતન્યશક્તિ જોવામાં આવતી નથી, ત્યારે સમુદાય મળવાથી પેદા થાય છે, એમ કેવી રીતે માની શકાય ?
પૂર જેમ સ્કૂલપણું કોઈપણ પદાર્થોમાં બિલકુલ નથી, તે પણ પ્રયાગ્રુક, થાણુક વિગેરે અવયવી બનવાથી તેમાં પેદા થાય છે, તેમ પ્રત્યેકમાં ચિતન્યશકિત ન હોય તે પણ સમુદાયના મળવાથી તે ઉત્પન્ન થાય છે એમ માનવામાં શે આધ છે? માટે પાંચ ભૂતને જ ચેતન્ય ધર્મ છે અને બીજાને નથી એમ જરૂર માનવું જોઈએ.
ઉ૦ પરમાણુ, દ્રયણુક, વ્યણુક વિગેરેમાં સ્થલપણું તિભાવથી પણ નથી એમ અમે બિલકુલ માનતા નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org