________________
તવાખ્યાન
તેમાં પણ પ્રથમ જીવને સિદ્ધ કર્યા વિના છવાછવાદિ તત્તનું વિવેચન કરવું, તે પાયા વિનાની ભીંત સમાન હોવાથી પ્રથમ જીવની સિદ્ધિ કરવામાં આવે છે–
નાસ્તિકને પક્ષ. જીવને નહિ માનનારા લેકોને એ અભિપ્રાય છે કે જેને પ્રત્યક્ષ અનુભવ થાય, તે વસ્તુને જ વતુરૂપે માનવી, બીજીને નહિ, અને જીવ તે જ્યારે કેઈપણ રીતે પ્રત્યક્ષ છે જ નહિ, ત્યારે તેને કેવી રીતે પદાર્થ તરીકે માની શકાય? માટે પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ આ પાંચ ભૂત સિવાય આત્મા નામને કેઈપણ છઠે પદાર્થ જગતમાં છે જ નહિ; તેમ અનુમાન પ્રમાણ પણ આત્માની સિદ્ધિમાં સફળ તાને પ્રાપ્ત ન કરતું હોવાથી અમે પ્રત્યક્ષ સિવાય બીજા કેઈને પ્રમાણરૂપે માનતા જ નથી. - કિચ “તુતુ સુનઃ” આ ન્યાયનું અવલંબન કરી બીજા લેકેએ માનેલ પ્રમાણદ્વારા પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી તે પણ સાથે સાથે સમજાવવામાં આવે છે. જેમ પહાડ વિગેરેમાં ધૂમરૂપ ચિન્હ જોઈ અગ્નિનું અનુમાન કરવામાં આવે છે, તેમ અત્ર પણ આત્માના અનુમાનમાં ધૂમની માફક કેઈપણ અસાધારણ ચિન્હ ન હોવાથી તેનું અનુમાન કેવી રીતે થઈ શકે? તેને વિચાર કરશે તથા તેના જેવી જગ.
માં બીજી કેઈપણ વસ્તુ નથી કે તેની ઉપમા આપી આત્માની સિદ્ધિ કરવામાં આવે; અને આગમ તે પરસ્પર વિરૂદ્ધ હેવાથી તેનું જ જ્યારે ઠેકાણું નથી તે પછી તે દ્વારા તેની સિદ્ધિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org