________________
જેનદર્શન.
૧૮૭
કાવવાનું કામ કરે છે અને આત્માની સાથે અનાદિ કાળથી લાગેલાં પુરાણું કર્મોને ધ્યાનાગ્નિદ્વારા નાશ કરવાનું કામ નિજ રા તવનું છે. આ બે પદાર્થો પણ મોક્ષાવસ્થાના કારણરૂપ હેવાથી અને સંસારાવસ્થાના પ્રતિબંધક હોવાથી તે પણ ખાસ ઉપયોગી છે, અને તમામ કર્મોને આત્મા સાથે જ અનાદિ કાલથી સંબન્ધ છે તેને સર્વથા નાશ કરવાથી શુદ્ધ ચૈિતન્ય સ્વરૂપ જે આત્મા રહ્યો તેનું નામ મોક્ષાવસ્થા જાણવી. આ કથનથી એ ભાવ નીકળે કે જીવ, અજીવ, આસવ, સંવર બંધ, નિર્જરા અને મેક્ષ આ સાત પદાર્થો છે, તથા આસવદ્વારા શુભ કર્મના આગમનું પુણ્ય નામ છે અને અશુભ કર્મના આગમનું પાપ નામ છે. આ બંને સાથે ગણવાથી નવ પદાર્થો થાય. છે અને આસવમાં તેને અન્તર્ભાવ કરવાથી સાત પદાર્થો છે, તેમાં આસવ, બન્ધ, સંવર, નિર્જરા અને મેક્ષ આ પાંચ પદાર્થોને જડ-ચેતનમાં કથંચિત્ યથાસંભવ સમાવેશ થતો હોવાથી જડ-ચેતન રૂપ બે પદાર્થો માનવામાં પણ કાંઈ અડચણું નથી, એ વાતને વિશેષ ખુલાસે “સમભંગીપ્રદીપ” માં કરેલે હેવાથી અત્ર ફરીથી તેનું વિવેચન કરી ગ્રંથમાં વધારે કરવામાં આવતું નથી, પરંતુ આ ઠેકાણે તે તવાર્થ સૂત્ર વિગેરેની શૈલિ પ્રમાણે સાત પદાર્થોનું વિવેચન કરવામાં આવે છે.
છવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મેક્ષ આ સાત પદાર્થો જૈન-દર્શનમાં માનવામાં આવેલ છે. હવે તે પદાર્થોનું વિરતારથી વિવેચન આગળ કરવામાં આવશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org