________________
તવાખ્યાન,
-
- - -
-
- - - -
-
-
અનેકાન્તનું ખંડન કરવા જતાં શાંકરભાષ્યમાં વચ્ચે વચ્ચે જે અસત્ય ઉલ્લેખ કરવામાં આવ્યા છે, તે પણ બતાવવામાં આવે છે –
'स्यादेतत् । अनन्तावयवो जीवस्तस्य त एवावयवा अल्पे शरीरे संकुचेयुर्महति च विकसेयुरिति ।"
–બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય પૃ. ૪૮૫. ભાવાર્થ_એક જીવને અનન્ત અવયવ છે, એવું જનીએનું માનવું છે. આ પ્રકારે પ્રતિપાદન કરતાં સ્વામીજીએ તે હદ કરી નાખી !! કઈ પણ જૈનગ્રંથનું ઉદાહરણ તરીકે નામ જે અત્ર આપવામાં આવ્યું હોત તેજનેતર વિદ્વાનને પણ વિશ્વાસ થાત, પરંતુ જ્યાં શાસ્ત્રનું પ્રમાણ છે જ નહિ, કેવલ મનથી જ વાત કરી બીજાઓને અવળે રસ્તે દોરવા છે ત્યાં બીજી વાત જ શી કરવી? કિચ, એક જીવને અનન્ત અવય છે એ અજાયબી ગેબી ગોળ એકદમ સ્વામીજીએ કયાંથી ગબડા? તેની કંઈ પણ ખબર પડતી નથી. જેને જે દર્શન પૂરેપૂરી રીતે અભ્યાસ ન હોય તેણે તેમાં વિચાર કર્યા સિવાય માથું મારવા જવું તે તે કેવળ હાસ્યાસ્પદ ગણાય, એ સિવાય બીજું શું ફળ મેળવી શકે?
અપરચ, જ્યાં જીવના અનન્ત અવયે જ માનવામાં આવ્યા નથી, તે પછી તેની ઉપર ચણતર ચણ વધ્યાપુત્રની જેવી વિક૯૫જાળને પાથરવી, તે તે નરી બ્રાન્તિ સિવાય બીજું શું હોઈ શકે? તેઓ જૈનના પૂર્વ પક્ષ તરીકે જણાવે છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org