________________
જૈનદર્શન.
૧૭
તથા આત્મામાં પણ આત્મપણાના સંબધેથી આત્મત્વ સામાન્ય અને અન્ય વિશેષને લઈને વિશેષરૂપતા. આ પ્રમાણે સર્વત્ર જ્યારે એકમાં જૂદી જૂદી અપેક્ષાએ અનેક ધર્મોને સ્વીકારી અભ્યતર રીતે અનેકાન્તવાદને સ્વીકાર કર્યો છે, ત્યારે ખુલી રીતે અનેકાન્તનું પ્રતિપાદન કરનારા જૈને ઉપર આક્ષેપ કરવા તૈયાર થવું એ કેટલી બધી શેચનીય દશા સમજવી? કિંચ, અનેકાન્તવાદમાં તે પરસ્પર વિભક્ત એવા અવયવે અને અવયવીમાં પરસ્પર વર્તન સંબન્ધી વિચાર કરવામાં જે દૂષણો આવે છે, તેને પરીવાર પણ થઈ શકે છે, તે પણ સાથે સાથે સમજાવવામાં આવે છે. નૈયાયિક લેકે અવય અને અવયવીને પરસ્પર અત્યન્ત ભેદ માને છે, કિન્તુ તેઓ કથંચિત્ ભેદ માનતા નથી. તેઓને પૂછવામાં આવે છે કે અવયવમાં અવયવી શું એકદેશથી રહે છે યા તે સંપૂર્ણ પ્રકારે રહે છે? તેમાં પ્રથમ પક્ષ માનવામાં અવયવીમાં નિરવયવપણું માનેલું હોવાથી કે દેશ જ જ્યારે અવયવીમાં નથી ત્યારે અમુક ભાગથી રહે છે એમ કેવી રીતે કહી શકાય ? એના બચાવની ખાતર અવયવીમાં જે સાવયવપણું માનવામાં આવે અને અવયવી તેથી અભિન્ન છે, એ પણ સાથે કહેવામાં આવે તે અનેકાન્તથી દૂર ભાગવા છતાં પણ અંતે તે આગળ જઈને તેનું જ શરણ લેવું પડે છે; માટે અભિન્નપક્ષ પણ આપનાથી માની શકાય તેમ નથી, અને અવયવી તેથી ભિન્ન છે એમ જે માનવામાં આવે તે તેમાં પણ પ્રકને જરૂર થવાના, કે તે તેમાં શું એક દેશથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org