________________
તસ્વાખ્યાન
અબ્રાન્ત છે. આ ઠેકાણે એકજ જ્ઞાનમાં કેઈ અપેક્ષાએ બ્રાન્તપણું અને કોઈ અપેક્ષાએ અભ્રાન્તપણું સ્વીકારનાશ બદ્ધોથી કોઈ પણ રીતે સાપેક્ષવાદરૂપ સ્યાદ્વાદનું ખંડન થઈ શકે ખરૂં ? તથા દર્શનની ઉત્તર કાલમાં થનારે જે સ્વાર્થીકાર અધ્યવસાય રૂપ વિકલ્પ તેને ગાહા અર્થમાં સવિકલ્પપણું હોવાથી અને આત્મસ્વરૂપમાં તે સર્વચિત્ત ચિત્તાનું આત્મસંવેદનરૂપ પ્રત્યક્ષ માનવાથી નિર્વિકલ્પકપણું. આ પ્રમાણે એકજ જ્ઞાનમાં કોઈ અપેક્ષાએ સવિકલ્પકપણું અને કેઈ અપેક્ષાએ નિર્વિકલ્પકપણું એમ બંને રૂપ માનવાથી અનેકાન્તને આશ્રય લીધા સિવાય છૂટકો જ નથી.
- તથા હિંસા, વિરતિ, દાન વિગેરેનું જે ચિત્ત છે તે જ સ્વસંવેદનમાં પ્રાપ્ત થયેલ સત્વ, બોધરૂપતા, સુખ વિગેરેમાં પ્રમાણ રૂપ છે અને તે ક્ષણક્ષયિષણમાં તથા સર્વ પ્રાપણુશક્તિ વિશે૨માં અપ્રમાણરૂપ છે. આવી રીતે એકજ ચિત્તમાં કોઈ અપેક્ષએ પ્રમાણુતા અને કેઈ અપેક્ષાએ અપ્રમાણપણું આ બંને વિરુદ્ધ વાતે અનેકાન્તવાદને સ્વીકાર કર્યા સિવાય કેવી રીતે ઘટી શકશે ? તેને વિચાર કરશે.
જે વસ્તુ ચતુરસ, ઊર્ધ્વતા રૂપથી પ્રમેય છે, તે જ મધ્યભાગ ક્ષણવિવર્તાદિ રૂપથી અપ્રમેય છે. આવી રીતે એકજ વરતુમાં પ્રમેયપણું તથા અપ્રમેયપણું માનનારાઓથી પણ અનેકાન્તનું શરણ લીધા સિવાય કદાપિ છૂટકારો થવાને નહિ. પૂર્વોત્તર ક્ષણની અપેક્ષાએ એકજ ક્ષણમાં જન્યતા તથા
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org