________________
૧૫ર
તવાખ્યાન,
નિરાકરણ કરવામાં આવ્યું માટે ત્રીજો પક્ષ પણ અનાદકરણીય છે.
હવે રહ્યો છે પક્ષ. તે પણ હેય છે. એકજ લોઢાના વાસણમાં જે ઠેકાણે સ્પર્શની અપેક્ષાએ ઉoણ સ્પર્શ માલૂમ પડે છે, તે જ ઠેકાણે રૂપની અપેક્ષાએ શીતપણું પણ અનુભવગોચર થાય છે. જો કદાચ રૂપની અપેક્ષાએ પણ ઉષ્ણુ સ્પશ પણું માનવામાં આવે તે જોવાવાળા મનુષ્યનાં નેત્રે જ બળી જવાં જોઈએ, કારણ કે આપ તે નેત્રને પ્રાકારી માને છે; તેમ જ અત્રે પણ એક પ્રદેશમાં એક કાલમાં તથા એક દ્રવ્યમાં સ્વરૂપ વ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ સત્ત્વ અને અસત્ત્વ માનવામાં કઈ પણ જાતની અડચણ જ નથી ત્યારે વિરોધ દર્શાઆવનાર ચોથે પક્ષ પણ નિબુદ્ધિપણને પરિચય કરાવે છે, તેમ કેમ ન કહી શકાય ? આ પ્ર એક જ વસ્તુમાં એક કાલમાં બંને વિરૂદ્ધ ધર્મો રહે છે, એમ કેવી રીતે માની શકાય?
ઉ૦ જેમ એકજ પુરુષમાં સાપેક્ષપણે લઘુપણું, ભારેપણું, વૃદ્ધપણું, પુત્રપણું, પિતાપણું વિગેરે અનેક વિરૂદ્ધ ધર્મોને માનવામાં જ્યારે આપ લેકના મનમાં વિરૂદ્ધતા ભાસતી નથી ત્યારે સત્ત્વ, અસત્ત્વ,નિત્યત્વ, અનિત્યત્વ વિગેરે ધર્મોને સાપેક્ષપણે એકમાં માનવામાં વિરોધની ગન્ધ પણ ક્યાંથી હોય તે તે સહજ સમજી શકાય તેમ છે. સારાંશ-પરસ્પર વિરોધને ભજનાર ધર્મોને સાપેક્ષપણે એક માનવા છતાં પણ સર્વથા વિધિને અવકાશ નથી. વિરૂદ્ધતા તે સ્થૂલદષ્ટિથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org