________________
૧૪૨
તવાખ્યાન.
ભાવાર્થ-જે કન્યાને કલશની ચાહના છે તેને તેનો કલશ ભાગી મુકુટ બનાવવાથી શેક થાય અને મુકુટની ચાહના વાળા પુત્રને મુકુટ બનેલે જોઈ મનમાં પ્રમોદ થાય છે, પરંતુ સજાને કેવલ સોનાનું જ કામ હોવાથી તે સોનું જ્યારે જેમનું તેમજ છે ત્યારે તેને હર્ષ અગર શેક આ બેમાંથી કંઈ પણ થતું નથી, કિન્તુ મધ્યસ્થભાવ છે તેમાં પૂર્વના આકારને વિના શ અને બીજા આકારને ઉત્પાદ થવા છતાં તે બેના આધારરૂપ સુવર્ણ દ્રવ્ય તે તેમજ છે-આવા પ્રકારના અનુભવને લઈને દરે કના ઉત્પાદ, વિનાશ વિગેરે પર્યાયે થયા કરે છે, તે પણ દ્રવ્ય રૂપથી તે ત્રણે કથચિત્ અભિન્ન છે એમ જરૂર માનવું જોઈએ.
- દરેક વસ્તુ ઉત્પાદ વિગેરે ત્રણ સ્વરૂપવાળી છે, તેને દઢ કરવા માટે બીજું પણ દષ્ટાન્ત આપવામાં આવે છે.-જેણે દૂધ જ આવુ છે એ નિયમ કર્યો છે તે દહીં ખાતું નથી અને જેણે દહીં ખાવું એ નિયમ કર્યો છે તે દૂધ ખાતે નથી અને જેણે ગારસ ન ખાવું એ નિયમ કર્યો હોય તે બેમાંથી કંઇ પણ આતો નથી. માટે વસ્તુ તમામ ત્રણ રૂપ છે એમ જરૂર માનવું જોઈએ અને તે ત્રણ પણ પરસ્પર સર્વથા ભિન્ન નથી તેમ અભિન્ન પણ નથી, હિતુ કથંચિત્ ભિન્ન છે અને કથંચિત અભિન્ન પણ છે.
દરેક વસ્તુ આ ત્રણ સ્વરૂપવાળી છે, એમ ન માનવામાં આપત્તિને પ્રસંગ –
ઘડાને જ્યારે મુદગર વિગેરે નાશસામગ્રી દ્વારા વિનાશ કરવામાં આવે છે, ત્યારે શું તેને એક ભાગથી વિનાશ થાય છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org