________________
જૈનદર્શન.
૧૨૧
આવતી નથી, કિન્તુ જેની દૃષ્ટિમાં જ વિકારભાવ હોય છે, તેઓનેજ સત્ર વિરુદ્ધતાના ભાસ થાય છે.
દરેક પદાર્થમાં અનન્ત ધર્મની આળખાણ.
પ્રમેયપણું હોવાથી સચેતન તથા અચેતનરૂપ તમામ પદાર્થો અનન્ત ધમ વાળા છે. જે વસ્તુ અનન્ત ધર્મવાળી ન ડાય તેમાં પ્રમેયપણું પણુ આકાશપુષ્પની માફક ન હોવુ જોઇએ. દૃષ્ટાન્તદ્વારા તે વાતની હવે પુષ્ટિ કરવામાં આવે છે.— ધર્માંના બે ભેદ છે. જે સાથે રહેવાવાળા હાય તે સહેલાવી ગુણરૂપ ધમ કહેવાય છે અને જે અનુક્રમે થવાવાળા હોય તેને પર્યાયના નામથી ઓળખાવવામાં આવે છે. જો કે તે અને પર્યાયરૂપ ધર્મો જ છે તે પણ વિશેષથી ઓળખાણ કરવાની ખાતર તેના વિભાગ પાડવામાં આવ્યા છે.
પર્યાયના બે ભેદ છે-એક સ્વપર્યાય અને ખીજો પરપર્યાય. જ્યારે સત્ત્વ, વાચ્યપણું, જ્ઞેયપણું, પ્રમેયપણુ વિગેરે ધર્મોની સાથે ઘટના વિચાર કરવામાં આવે, ત્યારે સત્ત્વ વિગેરે ઘટના સ્વપર્ચાયા સમજવા, કારણ કે કોઇ પણ વસ્તુની સાથે તેઓનુ વિજાતીયપણું ન હોવાને લીધે જ્યારે તે ધર્મોંઢારા ખીજાથી પૃથક્પણું થઈ શકતું નથી, ત્યારે સત્ત્વ વિગેરેને ઘટના સ્વધર્મ રૂપે માનવામાં શે। આધ છે ? અર્થાત કંઇ પણ નથી. દ્રવ્યથી જ્યારે એવા વિચાર કરવામાં આવે કે આ ઘડી પુદ્ગલ દ્રવ્યના અનેલા હોવાથી પાલિક છે ત્યારે તે ઘડામાં તે દ્રશ્યની સંત્તા માનવી. અને બાકીનાં તમામ દ્રબ્યાની તેમાં અસત્તા સમજવી. માટે પાલિકપણુ ઘટના સ્વપર્યોય અને જીવ વિગેરેના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org