________________
તસ્વાખ્યાન,
થઈ શકવાને નહિ. માટે કપડાના સામાન્ય રૂપની માફક વિશેષ
સ્વરૂપ પણ અવશ્ય માનવું જોઈએ. તેવી રીતે સ્પડાનું કેવલ વિશેષ સ્વરૂપ જ છે, સામાન્ય છે જ નહિ એમ પણ ન માનવું જોઈએ. કારણ કે તે દરેક જાતના કપડાને દરેક લે કે સામાન્ય રીતે કપડું જ કહે છે, ઘટે, સ્તંભ, અગ્નિ વિગેરે શબ્દથી વિશેષ વ્યવહાર કરતા નથી. ત્યારે સમજવું જોઈએ કે દરેક જાતના કપડામાં કપડું એ જે વ્યવહાર થાય છે તે કપડાનાં સામાન્ય રૂપને લઈને જ. આથી એ સિદ્ધ થયું કે દરેક ચીજ સામાન્ય તથા વિશેષ સ્વરૂપવાળી છે એ પણ ખાસ ખ્યાલમાં રાખવું.
પ્રકારાન્તરથી સ્યાદ્વાદની સિદ્ધિ.
એકજ પુરૂષને પિતા, પુત્ર, ભાઈ, ભત્રીજે, જમાઈ, મામે, ભાણેજ, કાકો, દાદે, સાળા વિગેરે શબ્દોથી સંબોધવામાં આવે છે. જો કે રસ્થલ બુદ્ધિવાળાની દૃષ્ટિથી ઉપર્યુકત વ્યવહાર વિરૂદ્ધરૂપે ભાસે છે, તે પણ સાપેક્ષરૂપે તેવા વ્યવહાર માનવામાં કોઈ પણ દોષ છે જ નહિ. અમુક વ્યક્તિ પિતા છે તે પિતાના પુત્રની અપેક્ષાએ, નહિ કે જગના તમામ મનુષ્યની અપેક્ષાએ. અમુક વ્યકિત પુત્ર છે તે પણ પિતાના પિતાની અપેક્ષાએ અમુક ભાઈ છે તે પણ પોતાના બીજા સગા ભાઈની અપેકક્ષાએ. અમુક ભત્રીજે છે તે પણ પિતાના કાકાની અપેક્ષાએ,
અને કાકાને વ્યવહાર પણ પિતાના ભત્રીજાની અપેક્ષાએ, , એવી રીતે દરેક વ્યવહાર એકબીજાની અપેક્ષાએ એક વ્યક્તિમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org